શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ-બીનવાડા દ્વારા શાંતિ રિસોર્ટમાં શાંતિ હીરોનાં આયોજિત સ્વૈચ્છિક રક્તદાન શિબિર

0
230

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ-બીનવાડા દ્વારા શાંત અને રમણીય તિથલનાં દરિયા કિનારે આવેલ શાંતિ રિસોર્ટમાં શાંતિ હીરોનાં સહયોગમાં આયોજિત સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું રવિવાર તારીખ 31/07/2022 સમયઃ સવારે 10.00 થી 03.00 દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લામાં બ્લડ મેન તરીકે જાણીતા યોગેશ પટેલ(યોગી) કે જેઓ વલસાડ જિલ્લામાં રકતની જરૂરિયાતથી વાકેફ છે અને એક દસકાથી સતત રકતદાન પ્રચાર પ્રસાર અને નિયમિત રકતદાન કેમ્પોનાં આયોજન થકી રકતની જરૂરિયાત પૂર્ણ કરવા સતત પ્રયત્નશીલ રહી, યુવાનો ને રકતદાન અને રકતદાન શિબિર આયોજન માટે સતત પ્રોત્સાહિત કરી વધુ ને વધુ રકતદાન મેળવવા કાર્યરત રહે છે, રકતદાન કાર્ય માટે સેવામાં સમર્પિત યોગી જાણે છે કે…..રક્ત એ જીવનરક્ષક દવા ( Life saving drug ) છે,
જે કોઈ ફેક્ટરી માં નથી બનતું, પરંતુ માનવ શરીર જ એની ફેક્ટરી છે .

રક્ત ની જરૂરિયાત અને પુરવઠા ( Demand and Supply ) વચ્ચે મોટો તફાવત છે . રક્તની વારંવાર સતત અછત વર્તાતી હોય છે .
અકસ્માત , કેન્સર , પ્રસુતિ ,વિવિધ પ્રકારના ઓપરેશનો તથા થૅલેસેમિયા, સિક્લ સેલ એનિમિયા જેવા જન્મજાત અને વારસાગત રોગો માટે રક્ત એ એક આવશ્યક અને જીવનદાન આપનારું અનોખું દાન છે જેનો વિકલ્પ ફકત માનવ જ છે .

તિથલ ખાતે યોજાયેલ શિબિરમાં પણ 61 યુનિટ રકતદાન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું જેમાં
રક્તદાતાઓને મોટિવેશન માટે આકર્ષક ગિફ્ટ આપવામાં આવેલ આ ભગીરથ કાર્યમાં દાદી શાંતિ બા નાં નામે કાર્યરત શાંતિ મોટર્સ અને શાંતિ રિસોર્ટ,તિથલના કર્તા હર્તા અને તરવરિયા યુવાન વિજયરાજ પટેલે રક્તદાતાઓ માટે શાંતિ રિસોર્ટ નાં પરિસરમાં ખુબજ સુંદર સેવાઓ પૂરી પાડી અદભુત સહયોગ આપ્યો હતો.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here