આમ આદમી પાર્ટીએ ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

0
313

“આ કદાચ પહેલી વખત થયું છે કે ગુજરાતમાં ચૂંટણીના ચાર મહિના પહેલાં કોઈ પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી હોય.”ગોપાલ ઇટાલિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી : ભાજપ-કૉંગ્રેસને પાછળ રાખી આપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મહિના બાકી છે ત્યારે ભાજપ અને કૉંગ્રેસને પાછળ છોડતાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પત્રકારપરિષદમાં યાદી જાહેર કરી હતી.ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે ગોપાલિયા ઇટાલિયાએ કહ્યું, “આ કદાચ પહેલી વખત થયું છે કે ગુજરાતમાં ચૂંટણીના ચાર મહિના પહેલાં કોઈ પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી હોય.”

ઉમેદવારોની યાદી વિશે તેમણે કહ્યું, “આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની પસંદગી ગ્રામીણ તેમજ શહેરી બંને વિસ્તારોમાંથી કરવામાં આવી છે અને એસસી, એસટી, ઓબીસી, ઉત્તર ભારતીય જેવા સમાજના ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે.”

ચૂંટણીના ચાર મહિના પહેલાં યાદી જાહેર કરવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું, “આમ આદમી પાર્ટી ટ્રેન્ડસૅટર છે અને અમે આ નવી શરૂઆત કરી છે. આમ કરવા પાછળનું કારણ એ છે કે તેનાંથી ઉમેદવારો પોતાનાં મતક્ષેત્રોમાં જઈને લોકોને જાણી અને સમજી શકે અને લોકો પણ ઉમેદવારો વિશે જાણી અને સમજી શકે.”

પ્રથમ યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવારો

  • ભેમાભાઈ ચૌધરી – દિયોદર બેઠક
  • અર્જુન રાઠવા – છોટાઉદેપુર
  • સાગર રબારી – બેચરાજી
  • વશરામ સાગઠિયા – રાજકોટ ગ્રામ્ય
  • શ્રીરામ ધડુક – કામરેજ બેઠક
  • શિવલાલ બારસિયા – રાજકોટ દક્ષિણ
  • સુધીર વાઘાણી – ગારિયાધાર
  • રાજેન્દ્ર સોલંકી – બારડોલી બેઠક
  • ઓમપ્રકાશ તિવારી – નરોડા
  • જગમાલ વાળા – સોમનાથ બેઠક

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાને સજ્જ કરવાની શરૂઆત કરી દીધી છે. પાર્ટીના ‘ચાણક્ય’ મનાતા ડૉ. સંદીપ પાઠકને રાજ્યમાં પાર્ટીના પ્રભારી નિમવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here