આંતરરાષ્ટ્રીય બજારમાંથી કુદરતી ગેસ પોતાના કાંઠે વાળી રહ્યા હોવાથી ભારત માટે વિદેશ બજારમાંથી ગેસ મળવાનું મુશકેલ બની રહ્યું છે.

0
1178

મુંબઈ :શિયાળાની ઋતુ શરૂ થવા પહેલા જ યુરોપના ખરીદદારો આંતરરાષ્ટ્રીય બજારમાંથી કુદરતી ગેસ પોતાના કાંઠે વાળી રહ્યા હોવાથી ભારત માટે વિદેશ બજારમાંથી ગેસ મળવાનું મુશકેલ બની રહ્યું છે. રશિયા ખાતેથી ગેસનો પૂરવઠો કપાઈ ગયો છે તેને જોતા આગામી શિયાળામાં ગેસ પૂરવઠાની સ્થિતિ વિકટ બની શકે છે.

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે ઈન્ડિયન ઓઈલના લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી) માટેના ટેન્ડરને આંતરરાષ્ટ્રીય બિડ પ્રાપ્ત થઈ નથી.

રશિયાની કંપનીએ કંપનીએ ભારતની કંપનીને પૂરવઠો બંધ કરી દીધો છે. આને કારણે ભારતની કંપનીઓએ ફર્ટિલાઈઝર, વીજ તથા પેટ્રોકેમિકલ્સ જેવા ઉદ્યોગોને ગેસ પૂરવઠો ઘટાડી દેવાની ફરજ પડી છે, એમ પ્રાપ્ત માહિતીમાં જણાવાયું છે.

જો કે વાહનો તથા ઘરેલું વપરાશ માટે સીએનજીના પૂરવઠા પર હાલ કોઈ અસર થઈ નથી. પરંતુ ઔદ્યોગિક સેગમેન્ટને ગેસ પૂરવઠા પર અસર પડી છે. ઉદ્યોગોને સ્થાનિક કંપનીઓ દ્વારા પૂરવઠો કરવામાં આવે છે.

ગયા નાણાં વર્ષમાં ભારતમાં ૬૩.૯૦ અબજ ક્યુબિક મીટર્સ ગેસનો વપરાશ થયો હતો જેમાંથી ૪૮ ટકા આયાતી ગેસ હતો. દેશમાં તાજેતરના દિવસોમાં ગેસના ભાવમાં વધારો થયો છે, ત્યારે બીજી બાજુ તેની અછત ભારતના વપરાશકારો માટે બીજો મોટો પડકાર બની રહ્યો છે. એશિયાની સ્પોટ એલએનજી માર્કેટમાં ગેસના ભાવ હાલમાં પ્રતિ એમએમબીટીયુ ૪૨ ડોલર બોલાઈ રહ્યો છે.

વર્તમાન વર્ષના મેના મધ્યથી એલએનજીના હાજર ભાવ લગભગ બમણા થઈ ગયા છે. રશિયા ખાતેથી પૂરવઠો કપાઈ જતા યુરોપમાં ગભરાટ ફેલાયો છે, જેને કારણે યુરોપની કંપનીઓ ગેસ પૂરવઠા માટે અન્ય બજારો તરફી વળી હોવાનું પણ માહિતીમાં જણાવાયું હતું.

Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here