ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

0
344

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

રાજ્યના મુખ્યમંત્રી,પ્રદેશ સંગઠન પ્રમુખ અને 6 મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ધરમપુર ખાતે નિર્માણ પામેલી 250 બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે તા. 4 ઓગસ્ટના રોજ બપોરે 3-30 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કરશે. આ સમારોહમાં રાજ્યના
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંગઠનના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ગુરૂદેવશ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ
દેસાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ

અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ,પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી નીમિષા સુથાર સહિત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ અને જિલ્લા તમામ ધારાસભ્યોશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાનારા આ ઉદઘાટન સમારોહમાં 7500થી વધુ લોકો ઉમટશે એવો અંદાજ આયોજકો દ્વારા લગાવાઈ રહ્યો છે. જે માટેની તમામ તૈયારીઓને મોડી સાંજ સુધીમાં આખરી ઓપ અપાયો હતો.

દર્દીઓની પીડા જોઈ ટ્રસ્ટે અદ્યતન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો હતો
શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ગત વર્ષે 1.10 લાખથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. 18000થી વધુ દિવ્યાંગ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.1100 મોટા ઓપરેશન કરવામાં આવ્યા હતા. 1000થી વધુ દિવ્યાંગ બાળકોને સારવાર આપવામાં આવી હતી. તેમજ વધુ સારવારની જરૂર જણાતા કેટલાક દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમની પાસે સારવાર કરવામાં પૂરતા રૂપિયા ન હોવાથી દર્દીઓ દર્દમાંથી પીડાતા જીવ પણ આપવો પડ્યો હોવાનું સામે આવતા વલસાડના ધરમપુર ખાતે અદ્યતન હોસ્પિટલ બનાવવાનો શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો હતો.

ધરમપુરના લોકોને હવે અન્ય શહેરમાં સારવાર માટે નહીં જવું પડે
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો ધરમપુર તાલુકો જ્યાંના લોકો દવા ઓછું અને ભગ ભુવામાં વધુ વિશ્વાસ રાખતા આવ્યા હતા. છેલ્લા 18 વર્ષથી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આવેલી નાની હોસ્પિટલમાં અને તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર આપવામાં આવતી હતી. જે દરમિયાન ધરમપુર ખાતે ડાયાલીસીસ સહિતના મોટા ઓપરેશન માટે તમામ લોકોએ વલસાડ, વાપી, સુરત, વડોદરા મુંબઇ સહિતના સમગ્ર શહેરોમાં લોકોએ ધક્કા ખાવા પડતા હોવાથી દર્દીઓ સારવાર લેતા ન હતા અને લોકોના મોત થતા હતા. જેને લઈને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ડાયાલીસીસ સહિતની આધુનિક સાધનોથી સજ્જ 8 એકર જમીનમાં 200 કરોડથી વધુના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓને તમામ સારવાર આપવા આવશે. આ હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોની દિવ્યાંગતા ઘટાડવાના પણ પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક લોકોને સૌથી વધુ રોજગાર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here