કપરાડામાં લાયબ્રેરી ના મકાનની જગ્યા બદલવા માટે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

0
383

કપરાડા ખાતે જિલ્લા કક્ષાની લાયબ્રેરી નું મકાન કપરાડા ની પ્રાથમિક શાળામાં બાંધકામ કરવામાં આવે તો સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોને અગવડતા પડે એ માટે વાલી મંડળ દ્વારા આવેદનપત્ર કપરાડા મામલતદાર ને આપવામાં આવ્યું.

કપરાડા ખાતે પ્રાથમિક શાળાના કેમ્પસમાં તારીખ 18/ 6 / 2022 ના રોજ લાયબ્રેરી ના મકાનનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. કપરાડા પ્રાથમિક શાળા ની વ્યવસ્થાપન સમિતિ દ્વારા અન્ય જગ્યાએ ઉપલબ્ધ હોય જે ગ્રામપંચાયત દ્વારા જણાવ્યું હતું ગ્રામપંચાયત દ્વારા જગ્યા ફાળવણી કરી આપવા આવેલ જગ્યાએ મકાનનનું બાંધકામ કરવા માટે તારીખ 24/6/2022 ના રોજ તાલુકા વિકાસ અધિકારી ને લેખિતમાં રજુઆત કરી હતી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા લાયબ્રેરી નું મકાન અન્ય જગ્યાએ ખસેડવા માટે વાલી મંડળ પાસે સવા કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.વાલી મંડળ સવા કરોડ રૂપિયા આપી શકે તેમ નથી. વાલીઓ દ્વારા શાળા ખાલી કરવા નક્કી કરવામાં આવ્યું છે તો બાળકોને અભ્યાસમાં સીધી અસર થશે .

કપરાડા ની પ્રાથમિક શાળામાં હાલમાં 650 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં 22 જેટલા ઓરડા છે. સ્કૂલની જગ્યા પોણા બે ઍકર હોય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને રમત ગમત ના મેદાન માટે ભારે અગવડતા પડે એ માટે લાયબ્રેરી નું મકાન અન્ય જગ્યાએ ખસેડવામાં આવે એ માટે વાલી મંડળ અને આગેવાનો દ્વારા કપરાડા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here