જામનસગરમાં કોરોનામાં જે દેવગતિ પામ્યા હોય એમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય એ હેતુએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કરાશે આયોજન.
જીએનએ જામનગર
સ્વ શ્રી લતાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ” નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 51 પોથીનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
કોરોના જેવી મહામારીમાં જે કોઈ ના સભ્ય કે સ્વજન દેવગતિ પામ્યા હોય એમની આત્માને સદ ગતિ પ્રાપ્ત થાય એ માટે અને કોરોનામા મૃત્યુ પામ્યા હોય એવા કેટલાય પરિવાર છે જેને મદદની જરૂર છે તેમના માટે આ બીડું ઉપાડ્વામાં આવ્યુ છે કારણ કે એવા ઘણા પરિવાર છે જેમને રાશન પાણી પણ મળતા નથી અને એવા ઘણા બાળકો છે કે જેમને ભણતરને ફી પણ કોઈ ભરી શકે એવું નથી તો આ કાર્ય દ્વારા આપણે જે કંઈ અનુદાન પ્રાપ્ત થશે એનો આ કાર્યમાં ઉપયોગ કરવામાં આવશે જેથી વધારે માં વધારે લોકો આ કાર્ય સાથે જોડાઈ અને આ કાર્યને સફળ બનાવે તે માટે પોતાની ઈચ્છા પ્રમાણે મદદરૂપ થઈ શકે છે. આમાં દરેક સમાજ જોડાઈ શકે છે અને પુણ્ય કમાઈ શકે છે તેવી અપીલ કરવામાં આવી છે. તા 3 ડિસેમ્બરથી કથાનો પ્રારંભ થશે અને 10 તારીખે પુર્ણાહુતી થશે તેવું નયનાબા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું.