પ્રાથમિક સુવિધાઓની માંગ નહી પુરી થાય તો અગામી ચૂંટણીનો બહિષ્કાર
કપરાડા તાલુકાના વારોલી તલાટના ગ્રામજનો આઝાદીના ૭૫ વર્ષથી પણ સુવિધાઓથી વંચિત કલેક્ટર ને આપ્યુ આવેદનપત્ર
કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં રસ્તા અને પાણીની પ્રાથમિક
સુવિધા પુરી પાડવા બાબતે મુખ્યમંત્રી ગાંધીનગર કલેકટર વલસાડને મારફતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત આવેદનપત્ર આપ્યું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં છેલ્લા આઝાદીના ૭૫ વર્ષથી પાકા રસ્તાની સુવિધા મળેલ નથી. જેની લંબાઇ આશરે ચાર કિ.મી. છે.જે સદર રસ્તાની સુવિધાની માંગણી બાબતે અત્રેના ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય તેમજ તાલુકા પંચાયત
સદસ્યને ગ્રામજનો દ્વારા વારંવાર મૌખિક રજુઆત કરવા છતાં માંગણી ધ્યાને લેવામાં આવતી નથી. ભવાનપાડા ફળિયાની વસ્તી ૬૧૮ જેટલી છે.જેમાં એક આંગણવાડીની સુવિધા આવેલી છે.તથા પ્રાથમિક શાળા આવેલ
છે. જેમાં બાળકોને જવા આવવા માટે રસ્તાની સુવિધા નથી. તેમ જ સ્મશાન ભૂમિની સુવિધા પણ નથી.તેમજ હાલ જે જગ્યા સ્મશાન ભૂમિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.ત્યાં પણ જવા માટે રસ્તાની સુવિધા નથી.જેથી પગદંડી રસ્તે જવુ પડે છે.
કામ-ધંધા તથા રોજગારીનાં અર્થે ગામથી બહાર મુખ્ય માર્ગ ઉપર જવા-આવવા પાકોરસ્તાની સુવિધા નથી જેથી કાચા પગદંડી
રસ્તે જવું પડે છે અને મોટર સાઇકલ કે સાઇકલ પણ બીજાના ઘરે મુકીને આવવું પડે છે.જયારે પણ કોઈ વ્યકિત બિમાર પડે તો તેવા સમયે ૧૦૮ એમ્બુલેન્સ પણ આવતી નથી જેથી રોડ સુધી બિમાર વ્યક્તિને લાકડાની ઝોળીમાં ઉચકીને લઈ જવુ પડે છે.જેથી ખૂબ જ મુશ્કેલી પડે છે.
વારોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયાની ૪ કિ.મી રસ્તાની માંગણીને ધ્યાને લઈ સરકારને, મુખ્યમંત્રી ગ્રામ સડક
યોજના,માર્ગ અને મકાન વિભાગમાં સમાવેશ કરી વહેલામાં વહેલી તકે માંગણી પુરી કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે. પ્રાથમિક સુવિધાઓની માંગ જે નહી પુરી થાય તો અગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે ગ્રામજનો દ્વારા જણાવ્યું છે.