- ધરમપુર એસ. એમ. એસ. હાઇસ્કૂલ ખાતે રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- આદિવાસીઓના ભગવાના એવા બિરસા મુંડાજીની પ્રતિમાની વંદન કરી આદિવાસીઓએ આઝાદીના લડતમાં આપેલા યોગદાનની ગાથા કહી આદિવાસીઓને આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમરસતાની જે પહેલ કરી છે તેને ધરમપુરના લોકોએ મૂર્તિમંત કરી છે એમ વિશ્વ આદિવાસી દિવસે ધરમપુર નગરપાલિકા આયોજીત નગરના ત્રણ દરવાજાથી ર્ડા. બાબાસાહેબ આંબેડકર સુધી યોજાયેલ ત્રિરંગા યાત્રામાં ભાગ લેતા મંત્રીશ્રીએ આમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ વેળાએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આઝાદીના લડતમાં ભાગ લેનાર સૌ સ્વાતંત્રય સેનાનીઓને શ્રધ્ધાજંલિ આપતા જણાવ્યું હતું કે, આદિવાસીઓના ભગવાના એવા બિરસા મુંડાજીની પ્રતિમાની વંદન કરી આદિવાસીઓએ આઝાદીના લડતમાં આપેલા યોગદાનની ગાથા કહી આદિવાસીઓને આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ મંત્રીશ્રીને આદિવાસી સમાજે આદિવાસીઓની પાઘડી પહેરાવીને સન્માન કર્યુ હતું.
આ અવસરે મંત્રીશ્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજના – ૧ માં છેલ્લા પંદર વર્ષમાં રૂપિયા
એક લાખ કરોડનો ખર્ચ કરીને રાજયની અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના કામો જેવા કે પશુપાલન,આરોગ્ય, રસ્તા, શિક્ષણના કામો કર્યા છે. મંત્રીશ્રીએ ધરમપુરના સર્પદંશની સારવાર કરનાર ર્ડા. ડી. સી. પટેલના માર્ગદર્શનમાં સંર્પદંશના દદીર્ઓ માટે ધરમપુર ખાતે આદ્યુનિક સેન્ટર ખોલવાની આજે જાહેરાત કરી હતી.