નીલમ પંચાલ અભિનીત ફિલ્મ‘૨૧મું ટિફિન’નું ટ્રેલર રિલીઝ, ઈન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ થઈ છે

0
190

ઢોલિવૂડમાં ફિલ્મ ‘૨૧મું ટિફિન’ ને લઈ ખુબ ચર્ચા થઈ રહી છે. બાવનમાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પસંદગી પામેલી ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં નીલમ પંચાલ , નેત્રી ત્રિવેદી અને રૌનક કામદારે અભિનય કર્યો છે. જ્યારે વિજયગિરિ બાવા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

આ ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો, વાર્તા એ મહિલાઓની આસપાસ ફરે છે, જેઓ ટિફિન બિઝનેસ ચલાવતી હોય છે. આ ફિલ્મ દરેક સ્ત્રીના જીવન સાથે જોડાયેલી છે. ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે કે એક ટિફિન બનાવતી મહિલા કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે, અને જીવનમાં કેવા ઉતાર-ચઢાવ આવે છે. આ ફિલ્મને રામ મોરીએ લખી છે. અભિનેેત્રી નીલમ પંચાલે ફિલ્મનું ટ્રેલર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે.

Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here