વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી: વલસાડ જિલ્લામાંમાં અલગ અલગ સ્થળે વિશ્વ આદિવાસી દિન ઉજવાયો

0
268

ધરમપુર અને કપરાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી બંધુ ઉમટ્યા

વલસાડ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કપરાડા તાલુકાનાં સિલધા પારડી તાલુકાના રોહિણા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી અને સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.કપરાડાના સિલધા ગામે ગામ દેવ ની પૂજા બાદ કાર્યક્રમ ની શરૂઆત રીતી રીવાજ મુજબ પુજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત રીતી રીવાજ મુજબ પુર્વજોનુ પુજન કરવામાં આવ્યું પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના મહાપુરુષો વિષે વક્તવ્ય આપવામાં આવ્યુ ત્યારબાદ સામાજિક આગેવાનોએ પણ સમાજને શૈક્ષણિક, આર્થિક રીતે આગળ કઇ રીતે લઇ જઇ શકાય એના વિષે માહિતી આપી હતી. સામુહિક પરંપરાગત નાચગાન કાર્યક્રમનુ સમાપન કરવામાં આવ્યું હતું.કપરાડા તાલુકાના નાનાપોઢા બિરસા મુંડા સર્કલ પર બિરસા ભગવાન ની પૂજા કરવામાં આવી હતી. વારોલી તલાટ , વાડધા મનાળા બાલચોંડી (લીલાસરી ફળિયામાં ) યુવાનો દ્વારા બિરસા મુંડા નું સર્કલ નું નામ કરણ કરવામાં આવ્યું. યુવાનો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પારડી તાલુકાના રોહિણા ગામમાં શ્રીમતી બબિતાબેન ચંપકલાલ વાડવા કોમ્યુનિટી હોલમાં ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની પહેલી ઉજવણી વિશેષ ભવ્ય અને યાદગાર બની. વિશાળ શોભાયાત્રા-રેલી કાઢી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી બહેનો સહભાગી થયા.જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના હિતેચ્છુઓ અને આદિવાસી ભાઈ-બહેનોને હાજર રહ્યા હતા. આદિવાસી સાસ્કૃતિક ધરોહરની કૃતિઓ પણ માણી.આ કાયૅક્મ 8 થી 10 ફૂટ ના વિશાળ એલ ઈ ડી. સ્કીન અને 4 એલ ઈ ડી ટીવી પર બતાવવામા આવી.
દરમ્યાન સમાજના વ્યકિતી વિશેસ કલાકાર અને સમાજનુ ગૌરવ વધારનાર કામ કરનારનુ પણ બહુમાન કરવામાં આવ્યુ.વિશ્વ આદિવાસી દિવસ એટલે વિશ્વભરમાં વસતા આદિવાસીઓની દિવાળી
વિશ્વ આદિવાસી દિવસ નિમિતે આજુબાજુમાં વસતા વિશાળ આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, બાળકો અને વૃદ્ધો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસીઓની રહેણીકરણી, ખાન પાનની આદતો, રિવાજો,પહેરવેશ ઐતિહાસીક વારસો ધરાવે છે. આદિવાસી સમુદાયના લોકો વિશ્વના 90 થી વધુ દેશોમાં રહે છે. વિશ્વમાં આદિવાસી સમુદાયની વસ્તી આશરે 37 કરોડ છે. વિશ્વમાં લગભગ 5000 વિવિધ આદિવાસી સમુદાય છે અને લગભગ 7 હજાર ભાષાઓ છે. આ બધું હોવા છતાં આદિવાસી લોકોને પોતાના અસ્તિત્વ, સંસ્કૃતિ અને સન્માન બચાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here