પીએમ મોદીએ દિલ્હી સ્થિત નિવાસસ્થાને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
આ વખતનો રક્ષાબંધનનો તહેવાર પીએમ મોદી માટે ખાસ રહ્યો સફાઈ કામદાર, પ્યૂન, માળી, ડ્રાઈવરની દીકરીઓએ PM મોદીને રાખડી બાંધી
દેશમાં ભારે હર્ષોઉલ્લાસ સાથે ભાઈ-બહેનના પવિત્ર સંબંધો દર્શાવતા તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ હતી. પ્રધાનમંત્રી મોદી પણ રક્ષાબંધનના રંગે રંગાયા હતા. પીએમ મોદીએ દિલ્હી સ્થિત નિવાસસ્થાને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરતા સફાઈ કામદાર, પટાવાળા, માળી અને ડ્રાઈવરની દીકરીઓએ વારાફરતી આવીને પીએમ મોદીને રાખડી બાંધી બાંધી હતી.