આણંદના સોજિત્રાની ડાલી ચોકડી પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં 6 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા

0
165

  • ઘટના સમયે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે કાર ચાલક કિરીટ પઢીયારને ઝડપી પાડ્યો છે.
  • રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહ્યા છે.

આણંદના સોજિત્રા પાસે ભયંકર ત્રિપલ અકસ્માત થયો છે. આણંદના સોજિત્રા પાસે કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. સોજિત્રાની ડાલી ચોકડી પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં 6 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટનામાં ભોગ બનનાર ચાર સોજીત્રા ગામના તથા અન્ય બે બોરીયાવી ગામના રહેવાસી છે.

આણંદ જિલ્લાના સોજીત્રામાં રક્ષાબંધનના દિવસે ઢળતી સાંજે એક મોટો અકસ્માત સર્જાયો છે. આણંદના સોજિત્રા પાસે કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થેળ જ કમકમાટીભર્યા મોત થયા છે. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળે ઉમટ્યા હતા. ત્યારબાદ પોલીસને માહિતી આપતા ઘટના સ્થળે કાફલો પહોંચ્યો હતો.

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર ઘટનામાં ભોગ બનનાર ત્રણ સભ્યો તો એક જ પરિવારના છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા છે. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનામાં ભોગ બનનારના નીચે મુજબના નામ..

  • સંદિપભાઈ ઠાકોરભાઈ ઓડ _ બોરીયાવી
  • યોગેશ કુમાર રાજુભાઈ ઓડ -બોરીયાવી
  • જીયાબેન વીપુલભાઈ મીસ્ત્રી – સોજીત્રા
  • વીણાબેન વિપૂલભાઈ મીસ્ત્રી સોજીત્રા
  • જાનવી બેન વીપૂલ ભાઈ મીસ્ત્રી સોજીત્રા
  • યાશીનભાઈ મંમદભાઈ વહોરા સોજીત્રા.

સોજીત્રાની ડાલી ચોકડી પાસે બનેલી અકસ્માતની ઘટનામાં 6 જણાનો ભોગ લેનાર કાર ચાલક ઝડપાયો છે. ઘટના સમયે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે કાર ચાલક કિરીટ પઢીયારને ઝડપી પાડ્યો છે. પોલોસે ipc 304 હેઠળ ગુનો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here