75 માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે
રક્ષાબંધનના પવિત્ર દિવસના (86) રિયલ હીરો રક્તદાતાઓને ખુબ ખુબ અભિનંદન
‘‘રક્તદાન મહાદાન” ને સાર્થક કરવા તપેશ્વર મહાદેવ મંદિર કાંજણહરી ના બ્લડ ડોનેશન કેમ્પ માં અમૃતભાઇ છોટુભાઇ પટેલ દ્વારા 80 મી વખત રક્તદાન કરી કાજણ રણછોડ ગામનું ગૌરવ વધાર્યું છે.
- પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ દરમ્યાન શિવાલયમાં જઈ ભગવાન શીવ ની પૂજા -અર્ચના આપણે સૌવ કરીએ છીએ, તો આ પૂજા – અર્ચના સાથે સાથે શ્રાવણ માસનું મહત્વ અનેરું છે.
શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં દરેક વ્યક્તિની કામના હોય છે કે તેમને ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત થાય. ઈશ્વરભક્તિને જાણવાની લાલસા દરેક માણસને હોય છે,
ભગવાન શિવનો શ્રાવણ માસ સૌથી ઉત્તમ કહેવાયો છે. આ માસનો પ્રત્યેક દિન ધર્મ પૂજન, કર્મ દાન અને સ્મરણ આસ્થાને લઈને આવે છે તેથી શ્રાવણ માસ, શ્રવણ નક્ષત્ર અને શિવનું પૂજન એ ભક્તજનો માટે એકદમ વિશિષ્ટ બની રહે છે…..ત્યારે પવિત્ર રક્ષા બંધનના પાવન પર્વે અને સ્વ:- નિકુંજભાઇ નરેશભાઇ પટેલ ના પુણ્ય સ્મારણાર્થે ‘‘રક્તદાન મહાદાન” ને સાર્થક કરવા તપેશ્વર મહાદેવ મંદિર કાંજણહરી ના બ્લડ ડોનેશન કેમ્પ માં અમૃતભાઇ છોટુભાઇ પટેલ દ્વારા 80 મી વખત રક્તદાન કરી કાજણ રણછોડ ગામનું ગૌરવ વધાર્યું છે.
શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ,બીનવાડા તથા અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 86 યુનિટ રક્ત એકત્રિત કરી
રક્ષાબંધનના પવિત્ર દિવસના (86) રિયલ હીરો રક્તદાતાઓને ખુબ ખુબ અભિનંદન
યોગેશ પટેલ (યોગી)
શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બિનવાડા વલસાડ ગુજરાત.