રાજ્ય કક્ષા ના મંત્રી જીતુભાઇ ચૌધરી ની હાજરીમ
બાલચોંડી અંબેમાતા કન્યા વિદ્યાલય માં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયોસમગ્ર ભારત દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના રાષ્ટ્ર વ્યાપી હર ઘર તિરંગા નું આહવાન ના પગલે આજરોજ દેશ તિરંગામય બની રાષ્ટ્ર ભાવના નો સંદેશો આપ્યો છે.જેના ભાગ રૂપે કપરાડા તાલુકા ના બાલચોંડી સ્થિત ચાલતી શ્રી અંબેમાતા કન્યા વિદ્યાલય માં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપી શાળા ને તિરંગા થી સુશોભિત કરી એક રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું.રાજ્ય કક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી ની ખાસ ઉપસ્થિતિ માં રેલી નું પ્રસ્થાન કરી રેલી માં જોડાયા હતા.શ્રી અંબેમાતા કન્યા વિદ્યાલય થી નાનાપોઢા ચાર રસ્તા સુધી રેલી નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું હતું.આ રેલી માં નાનાપોઢા એન.આર. રાઉત હાઈસ્કૂલ ,સ્વામિનારાયણ સ્કૂલ નાનાપોઢા અને પ્રાથમિક શાળા નાનાપોઢા ના મોટી સંખ્યા માં વિધાર્થીઓ જોડાયા હતા.આ ગ્રામજનો ,આગેવાનો રેલી માં જોડાયા હતા.નાનાપોઢા ખાતે વિશાળ સંખ્યા ને રાજ્ય કક્ષા ના મંત્રી જીતુભાઇ ચૌધરી એ જણાવ્યુ કે દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરેલા આહવાન ના સમગ્ર દેશ તિરંગામય બન્યું છે.અને આપણી આન બાન અને શાન તિરંગા ને હર ઘર લહેરાવવાનો અવસર આવ્યો છે.આ કાર્યક્રમ માં એપી.એમ.સી ના પ્રમુખ મુકેશભાઇ પટેલ,તાલુકા પંચાયત કપરાડા ના પ્રમુખ મોહનભાઈ ગરેલ,તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાંવિત ,આગેવાનો,મુસ્લિમ ભાઈઓ ,શાળાના શિક્ષકો ,બાળકો મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સમગ્ર વાતાવરણ તિરંગામય બન્યું હતું.