અર્ધ લશ્કર અમદાવાદ જિલ્લા અને ગાંધીનગર જિલ્લા સંગઠન ની સયુંકત રેલી ના કાર્યક્રમ નું આયોજન જન જાગૃતિ માટે કરવામાં આવ્યું હતું જેમાં જવાનો સહિત સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ અર્ધ લશ્કર સંગઠન અને વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ ની અધ્યક્ષતા મા અર્ધ લશ્કર અમદાવાદ જિલ્લા અને ગાંધીનગર જિલ્લા સંગઠન ની સયુંકત રેલી ના કાર્યક્રમ નું આયોજન જન જાગૃતિ માટે કરેલ જેમાં જવાનો અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા.
સહુ નો એક જ અવાજ હતો કે અર્ધ લશ્કર ના જવાન પણ દેશ માટે શહીદ થતા હોય છે તેમજ બલિદાન આપ્યાં હોય છે એ પણ દેશ ના જવાનો છે તો દેશ એક છે તો તેના જવાનો પણ એક જેવા જ કહેવાય અને તેમને મળતી સુવિધા હક સન્માન સરખી જ મળવી જોવે બને ભારત ના વીર જવાનો માં કોઈ પણ જાત ની ભેદભાવ ના હોવો જોવે તેવું આમ નાગરિકો નું પણ કહેવું હતું જે જન જાગૃતિ નો ઉદેશ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન નો હતો તે ખરા અર્થ માં સાર્થક થયો .
આજની રેલી મા અમદાવાદ જિલ્લા પ્રમુખ વસંતભાઇ અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ, દીશાંત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , તુલસીભાઈ અને અનિલભાઈ ગુજરાત પ્રદેશ મંત્રી તેમજ અન્ય અર્ધ લશ્કર સંગઠન ના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.