વલસાડના કપરાડા તાલુકાના મંડવા પ્રાથમિક શાળામાં સરપંચે ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ભૂલ સમજાતા રાષ્ટ્રધ્વજ સીધો કરી સલામી આપી

0
407

  • સમગ્ર ઘટનાનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો
  • સરપંચે અગ્રણીઓએ તાત્કાલિક ફ્લેગ ઉતારી સીધો કર્યો

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામ
ખાતે આવેલી પ્રાથમિક શાળામાં સરપંચના હસ્તે
ધ્વજ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હતું. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશમાં ભવ્ય
ઉજવણી કરવામાં આવી રહી છે. માંડવા ગામના
સરપંચે ધ્વજવંદન માટે ફ્લેગ લહેરાવતા ધ્વજ
ઊંધો હોવાનું જાણ થઈ હતી. સરપંચે અને શાળાના
અગ્રણીઓએ તાત્કાલિક ફ્લેગ ઉતારી સીધો કર્યા બાદ ધ્વજને સલામી આપવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી.

રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવ્યું ધ્યાન પર આવતા ભૂલ
સુધારી હતી
વલસાડ જિલ્લા સહિત સમગ્ર દેશમાં આઝાદીના
અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ હર્ષ અને
ઉત્સાહપૂર્વક પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે.
વલસાડ જિલ્લાના કપરાડાના મંડવા ગામની પ્રાથમિક
શાળા ખાતે મંડવા ગામના સરપંચ દશનામભાઈ
મંછુંભાઈ ધનારીયાના હસ્તે ધ્વજ વંદનનો એક
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને SMC સભ્યો અને
ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન દરમિયાન
સરપંચે ફ્લેગ લહેરાવતા ઊંધો ફ્લેગ લહેરાયો હતો.
ઘટનાની જાણ સરપંચ અને ઉપસ્થિત નગર જનોને
થતા તાત્કાલિક ફ્લેગ ઉતારી ફરીથી સન્માન સાથે
લહેરાવવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ દેશના
ધ્વજને સલામી આપવા આવી હતી. સમગ્ર ઘટનાના
ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં
ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટના અંગે સરપંચ સાથે
વાત કરતા તે આમંત્રિત મહેમાન હોવાથી શાળા
સંચાલન મંડળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here