શાહીબાગ વિસ્તાર ના સોસાયટી ના સભ્યો સાથે ધ્વજ વંદન કાર્યક્રમમાં શહીદ થયેલ મહાનુભાવો ક્રાંતિકારી યુવાનો ને યાદ કર્યા

0
230

આજે અમદાવાદ ખાતે સવારે ૫:૪૫ વાગે બગીચા મા યોગ કરતા રાણીપ વિસ્તારનાસંકેતભાઈ પટેલ યોગ શિક્ષક , ત્રિવેદી નરેશભાઈ , શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા સાધક તેમજ નિવૃત પોલીસ ખાતા ના ડી વાય એસ પી અને પ્રતિષ્ઠિત નાગરિકો સાથે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરી

તેમજ ન્યૂ શાહીબાગ વિસ્તાર ના સોસાયટી ના સભ્યો સાથે ધ્વજ વંદન કાર્યક્રમ કર્યો અને દેશ માટે શહીદ થયેલ મહાનુભાવો ક્રાંતિકારી યુવાનો ને યાદ કર્યા અને દેશ ની આન બાન શાન માટે શહીદ થયેલા અર્ધ લશ્કર , લશ્કર અને પોલીસ તેમજ જેમણે પણ દેશ ની આઝાદી માટે યોગદાન આપ્યું તેમને સલામ કાર્ય અને શહીદો માટે બે મિનિટ નું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

આજના આ કાર્યક્રમ ખાસ દેશ બચાવો અભિયાન ને સફળ કરવા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન અને સાથે તુલસીભાઈ અને અનિલભાઈ ગુજરાત પ્રદેશ મંત્રી તથા વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ સાથે રહી બંને કાર્યક્રમ મા ખાસ જણાવ્યું કે અર્ધ લશ્કર ના જવાનો ને ટ્રેનિંગ કાયદા કાનૂન અને ડયુટી સેના જેવી તો સુવિધા સન્માન અને હક મા ભેદભાવ શું કામ આવો ભેદભાવ ભારત ના બંને વીર સપૂત જવાનો મા હોવો જોવે જ્યારે એ prashan સહુ ને પૂછ્યો તો હાજર સર્વે આશ્ચર્ય ચકીત થઈ ગયા કે આવો ભેદભાવ છે એમને આ વિશે જ્યારે ગુજરાત અર્ધ લશ્કર સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે અમને ખબર પડી અમે તો બધા ને સેના સમજીએ છીએ આવો ભેદભાવ હોવો ના જોવે તેવું હાજર સર્વે નાગરિકો નું કહેવું છે અને સરકાર જેટલું બને એટલું જલ્દી આ જવાનો મા જે ભેદભાવ છે તે દૂર કરે અમે દેશ ભક્ત છીએ અને અમારા દેશ ના અર્ધ લશ્કર ના જવાનો ને પણ સન્માન સુવિધા અને જે હક ની લડાઈ મા સાથે જ છીએ અને આ દેશ હિત નું જ કાર્ય છે તેવું હાજર નાગરિકો એ જણાવ્યું.

જય હિન્દ જય ભારત

દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત અર્ધ લશ્કર સંગઠન
મોબાઈલ 7698800349

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here