આઝાદીના 75 વર્ષ અમૃત મહોત્સવ અંતર્ગત ભીલાડ સરીગામ યુવાનો દ્વારા 15 મી ઓગસ્ટના દિવસે સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે 3 થી 6:00 વાગ્યાના અરસામાં એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
” એક શામ શહીદો કે નામ “અર્ધ લશ્કર સંગઠનના ખુશાલભાઈ વાઢું ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી , મુકેશભાઈ પટેલ પ્રમુખ વલસાડ જિલ્લા , અશ્વિનભાઈ પઢેર ઉપસ્થિત રહ્યા હતા. દિપેશ પટેલ પ્રમુખ ગુજરાત પ્રદેશના માર્ગદર્શન મુજબ ફોજી જવાન ઉત્તમભાઈ એલ. વારલીનું સન્નમાન સાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતુ.
વલસાડ જિલ્લાના આદિવાસી સમાજનું ગૌરવ અંકલાસ ગામના આદિવાસી જેઓએ આપણા માટે સતત ૨૦ વર્ષ અને ૭ માસ BSF સીમા સુરક્ષા દળમાં સેવા બજાવી જે બદલ ઉમરગામ પત્રકાર મિત્રો ગામ તથા દરેક સમાજ ગર્વ અનુભવે છે.
સૈનિક છે એજ રાષ્ટ્રનું ઉત્તમ ગૌરવ છે. દેશના સિમાડાઓને સુરક્ષિત રાખવા માટે તેમજ દેશની પ્રજાને સુરક્ષિત રાખવા માટે સૈનિકો જ પોતાનું જીવન, પોતાના પરિવારને છોડીને, કોઇપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર દેશને તેમજ સમાજને પોતાનું જીવન અર્પણ કર્યુ છે. જે અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ” એક શામ શહીદો કે નામ ” ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જે શહીદ જવાનોએ આપેલા બલિદાન અને એમની શાહદતને યાદ કરવાના અને તેમના લાભાર્થે જેવા સારા ઉદ્દેશ્યથી યોજાયેલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અંકલાસના નિવૃત્ત બીએસએફ જવાન ઉત્તમભાઈ વારલી સહિત પેરા મિલેટ્રીના જવાન અર્ધ લશ્કર સંગઠનના ખુશાલભાઈ વાઢુ,ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી મુકેશભાઈ પટેલ, પ્રમુખ વલસાડ જિલ્લા અશ્વિનભાઈ પઢેર,ભીલાડ પોલીસ મથકના પીએસઆઇ ભગવતસિંહ રાઠોડ,ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર,જી.પં પ્રમુખ અલકાબેન શાહ,તા.પં પ્રમુખ રમેશભાઈ ધાંગડા,તા.પં ઉપપ્રમુખ પ્રતિમાબેન પટેલ,તા.પં કારોબારી અધ્યક્ષ ચિંતનભાઈ પટેલ,તા.પં સભ્ય ધનીશાબેન, સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ ભટ્ટ,માજી પ્રમુખ શિરીષભાઈ દેસાઈ,સંત સ્વરૂપ દાસજી,ઉમરગામ તાલુકાના પત્રકાર ગણ ઉદય રાવલ,રાજેશ પવાસ્કર, વિજય રાઠોડ,પીનલ પટેલ અને સતીશ ભાઈની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉમરગામ તાલુકાના સંદેશના પત્રકાર જીતેશભાઈ તન્ના સહિત શહીદી વહોરીલેનાર જવાનો માટે બે મિનિટનું સૌએ મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.ત્યારબાદ ઉપસ્થિત પેરા મિલેટ્રી અને બીએસએફના જવાનનું સ્વાગત અને સન્માન સરીગામના પ્રતીક રાય અને તેમની ટીમ દ્વારા પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મુખ્ય અતિથિ અને અતિથિ વિશેષનું સન્માન ભીલાડ સરીગામના આયોજક યુવાન પ્રકાશ ઉપાધ્યાય,અમિત રાજપૂત,હિરેન મહેતા અને તેમની ટિમ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. મનોરંજન અર્થે આવેલા ગીટારીસ્ટ પ્રણવ દેહિકર,સિંગર ગુરુપ્રીત સિંઘ,અભિષેક,ચંદન અને ડ્રમર વિશાલએ એકથી એક દેશભક્તિના ગીતો દર્શકો સમક્ષ રજૂ કરી સૌના દિલ હણી લઈ ભાવુક કરી દીધા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર siaની ટિમ સહિત ઉદ્યોગપતિઓ,રાકેશ રાય,વિનોદ સિંગ,ચંદન સિંગ,સરપંચ સુરેશ હળપતિ,આનંદ શાહ,કિશોર ગજેરા,અશરફ ચુડાસમા,સલોની ભટ્ટ,મહેશ ત્રિવેદી,આશીસ આહીર,સરપંચ સહદેવ વઘાત,મહામંત્રી પ્રકાશ પટેલ,સુભાસ બારગા,પ્રકાશ પટેલ,હર્ષદ શાહ,સંદીપ આરેકર જયદીપ અને રાજદીપ ભંડારી સહિત નામી નનામી અને ગામના અગ્રણી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Ad……