- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં થર્ડ ફ્રન્ટ તરીકે આમ આદમી પાર્ટી-‘આપ‘ દ્વારા પગ પેસારો કરવામાં આવી રહ્યો છે.
આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલા 10
ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આજે વધુ 9
બેઠક માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી
રાજયમાં સૌથી અગાઉ જ આમ આદમી પાર્ટી-
‘આપ‘ ભારે સક્રિય બની ગઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજયમાં પગ દંડો જમાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલા 10 ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આજે વધુ નવ બેઠક માટેના ઉમેદવારોની યાદી જાહેર કરીને ગુજરાત મિશન ૨૦૨૨નું બ્યૂગલ ફૂંકી દીધું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં થર્ડ ફ્રન્ટ તરીકે આમ આદમી પાર્ટી-‘આપ‘ દ્વારા પગ પેસારો કરવામાં આવી રહ્યો છે.જેને લઈને ‘આપ‘ દ્વારા ગુજરાત મિશન ૨૦૨૨નું બ્યુગલ પણ ફૂંકી દીધું છે. વિધાનસભાની ચૂંટણીને હજુ બેથી ત્રણ મહિનાનો સમય બાકી છે, ત્યારે રાજયમાં સૌથી અગાઉ જ આમ આદમી પાર્ટી-‘આપ‘ ભારે સક્રિય બની ગઈ છે. એક તરફ‘આપ‘ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સતત
નિયમિત આવીને ચૂંટણીનો માહોલ ગરમાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની વધુ નવ વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોની બીજી યાદીને જાહેર કરી દીધી છે.
રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા
લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે
ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે,પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે.
‘આપ ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે વધુ નવ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, તેમાં ચોટીલા બેઠક માટે રાજુ કરપડા, માંગરોળ (જૂનાગઢ) માટે પિયુષ પરમાર, જામનગર ઉત્તર બેઠક માટે કરસન
કરમૂર, ગોંડલ માટે નિમિષા ખૂંટ, ચોર્યાસી (સુરત) માટે પ્રકાશ કોન્ટ્રાકટ૨, વાંકાનેર માટે વિક્રમ સૌરાણી, દેવગઢ બારિયા માટે ભરત વાખલા, અસારવા (અમદાવાદ) માટે જે. જે.મેવાડા, અને ધોરાજી બેઠક માટે વિપુલ સખિયાનો થાય છે.