ખેડામાં ૧૬ વર્ષીય સગીરાની જાહેરમાં ગળુ કાપી કરી હત્યા, સારવાર મળે તે પહેલા જ કૃપાનું મોત

0
270

આખું ગામ હિબકે ચડ્યું:ખેડાના માતરના ત્રાજમાં કિશોરીની અંતિમયાત્રા નીકળી, વ્હાલસોયીની ચિતા પાસે ભાઈ અને પિતાનું આક્રંદ

  • ખેડાના માતરના ત્રાજમાં એકતરફી પ્રેમમાં પડેલા શખ્સે બુધવારે સાંજના સમયે કિશોરીને જાહેરમાં રહેંસી નાંખી હતી. જેની આજે અંતિમયાત્રા નીકળતા આખુ ગામ હિબકે ચડ્યું હતું. હજુ એક સપ્તાહ રહેલાં જ રક્ષાબંધનના દિવસે જે ભાઈની કલાઈ પર કૃપાએ રાખડી બાંધી હતી અને બરાબર એક સપ્તાહ પછી ભાઈને નનામીને કાંધ આપી ભારે હૈયે વ્હાલસોઇ બહેનને મુખાગ્ની આપી છે.
  • પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. ગામમાં જાહેરમાં એક યુવતીની હત્યા થઈ હોવાથી શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ મૃતકના પરિવારે એવી માંગણી પણ કરી છે કે આરોપીને બહુ ઓછા સમયમાં આકરી સજા થવી જોઈએ.

ગ્રીષ્માની સરા જાહેર હત્યાના લીધે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં ફરી એક વખત આવી ઘટના બની છે. જેમાં ૧૬ વર્ષીય સગીરાની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. 】

આ ઘટના ખેડા જિલ્લાના ત્રાજ ગામની છે જ્યાં કૃપા પટેલ નામની ૧૬ વર્ષીય સગીરા સાંજના સમયે ગામમાં મહાદેવના દર્શન કરવા ગઇ હતી અને વળતા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાન સેન્ટરમાં કોલ્ડડ્રિંક લેવા આવી હતી. ત્યારે ગામમાં જ રહેતો રાજુ નામનો 46 વર્ષીય શખ્સે કૃપાને પકડી લીધી હતી અને પોતાની પાસે રહેલ ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી કાપી નાખ્યું હતું. અને હાથમાં પણ છરીના ઘા ઝીંક્યા હતા.

સ્થાનિકો દ્વારા કૃપાને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ કૃપાને સારવાર મળે તે પહેલા જ કૃપાનું મોત થઇ ગયું હતું.

સ્થાનિક લોકો દ્વારા આરોપીને ઝડપી પાડીને માતર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો, ઘટનાની જાણ ખેડા SPને થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃતક કિશોરીના પરિવારજનોની ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી અને હત્યારા રાજુની પૂછપરછ શરુ કરી કૃપાની હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે, કઈ રીતે હત્યાનો પ્લાન ઘડ્યો તેની તપાસ માતર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજુએ શા માટે કૃપાની નિર્મમ હત્યા કરી તે હજુ જાણી શકાયુ નથી. આજે પોલીસ પ્રેસ કોન્ફન્સ કરી સમગ્ર માહિતી આપી શકે છે. સાથે જ કૃપા પટેલના પરિવાર દ્વારા આરોપીને જાહેરમાં ફાંસીની સજા થાય એવી માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here