વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પેણધા ગામે ભારે વરસાદમાં મકાન ધરાશાયી થયું
ધરમપુરના ઉંડાણ વિસ્તારમાં પેણધા ગામે આદિવાસી પરિવાર જલુભાઈ લાડકભાઈ વળવી નું આવેલું રહેણાંક મકાન ભારે વરસાદ પછી તૂટી પડયું હતું. જે મકાનમાં રહેતા 6 જેટલા બાળકો સહિતના સભ્યો રહેતા હતા. મકાન ધરાશાયી થયું હતું.પણ જેથી સદનસીબે જાનહાની ટળી હતી. નજીવી ઇજાઓ થઈ હતી.
મકાન ધરાશાયા ની જાણ થતાં પરિવાર અને નજીકમાં રહેતા યુવાનો વડીલોને મદદે દોડી આવ્યા હતા. મકાન સંપૂર્ણ પણે નુકસાન થયું છે. પરિવાર માટેની જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ નુકસાન થયું છે.
ઘટના શુક્રવારે બપોરે પછી બની હોવાનું જાણવા મળ્યુ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈપણ વહીવટી તંત્ર પહોંચી શક્યું નથી. તલાટી કમ-મંત્રી હાલમાં હડતાળ પર હોવાથી પરિવારજનોને મુશ્કેલી ઉભી થઇ છે.