કપરાડા તાલુકાના સિલ્ધા ગામે કરજપાડા ફળીયામાં જોવા લાયક ધોધ ચોમાસા દરમિયાન આ ધોધો જોવાલાયક
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલ્ધા ગામે કરજપાડામા આવેલ માવલી ધોધ અને ભિલી ધોધ આવેલ છે જે ચોમાસા દરમિયાન જોવા લાયક રહે છે કુદરતી રીતે પહાડી વિસ્તારમાં અનેક જગ્યાએ ધોધ જોવા મળે છે અનેક જગ્યાએ ઝરણાઓ સોળેકળાએ ખીલેલી જોવા મળે છે આ કુદરતી નજારો જોઈને મન મહેક બને છે લાગે ધરતીમાં એ લીલી ચાદર ઓઢી હોય એવું ચારે તરફ નજારો જોવા મળે છે આંખો પહાડી વિસ્તાર લીલોસમ જોવા મળે છે કપરાડાના અનેક ગામોમાં નાની નાની નદીઓમાં ઝરનાઓ વહેતા દેખાય છે કેટલીક જગ્યાએ ધોધ પણ આવેલા છે ગામ લોકોને કહેવા પ્રમાણે એ ધંધો છે એ ઐતિહાસિક ધોધ છે કપરાડા થી 20 કિલોમીટર દૂર સિલ્ધા ગામ આવેલ છે જ્યાં કરજપાડા ફળિયામાં બે ધોધ ઐતિહાસિક ધોધ આવેલા છે દિવાળીના સમયે ગામના લોકો સાત દિવસ મઠમાં બેસીને રીત રીવાજ પ્રમાણે પૂજા પાઠ કરવામાં આવે છે સાત દિવસ બાદ માવલી ધોધ પાસે જઈને ત્યાં આવેલ દેવોની પૂજા કરે છે ધોધ પાસે સ્નાન કરે છે ત્યાં સ્નાન કર્યા બાદ પહાડી પર ચાલતા ચાલતા જઈ જ્યાં પહાડી ઉપર એક ભીલી ધોધ આવેલ છે ત્યાં દેવી દેવતાઓના પૂજાપાઠ કરે છે અને પૂજા કર્યા પછી ત્યા ભીલી ધોધ આવેલ છે ત્યાં આગળ સ્નાન કરીને ગ્રામજનો પોતપોતાના ઘરે જાય છે અને જે દિવાળીને સમયે ચોમાસાના ખેતીમાં વાવેલ જે નવો પાકથી બનાવેલ ભોજન બનાવે છે એ ભોજન દેવોને ચડાવી ત્યાર પછી ગ્રામ જનો નવા પાક માંથી બનાવેલ ભોજન ખાય છે અહીં પહાડી વિસ્તારમાં આ પરંપરા આવેલી છે સરકાર દ્વારા આ ધોધ વિકસાવવામાં આવે તો પ્રવાસી પણ અહીંયા આવી શકે સહેલાનીઓ આ ધોધને રમનીક વાતાવરણ નિહાળી શકે અને ગ્રામ જનોને ઍક રોજગાર પણ મળી શકે
પત્રકાર…જગદીશ બોંગે