શ્રાવણીયો જુગાર – નાનાપોઢા પોલીસે અરણાઇ અને નલીમધની માંથી 12 જુગારીઓ ઝડપ્યા

0
395

શ્રાવણીયો જુગાર – નાનાપોઢા પોલીસે અરણાઇઅને નલીમધની માંથી 12 જુગારીઓ ઝડપ્યા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા નાનાપોઢા પોલીસે જુગારીઓ સામે શ્રાવણિયો આઠમનો જુગાર રમતા 12 આરોપીઓને પકડી પાડી જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

શ્રાવણ માસમાં જુગારની મોસમ ખીલી છે ત્યારે જુગારીઓ જપવાનું નામ લેતાં નથી. નાનાપોઢા પોલીસની હદમાંથી પોલીસે 12 જુગારીઓને નાનાપોઢા પોલીસની ટીમે ઝડપી લીધા છે.

પોલીસ અધિક્ષકશ્રી વલસાડના ઓના હુકમ મુજબ નાનાપોંઢા psi ભિંગરાડિયાના સૂચના અનુસંધાને HC ગૌતમભાઈ કાળુભાઈ નાઓન મળેલ બાતમીના આધારે નાનાપોંઢા પોસ્ટે વિસ્તાર માં બે અલગ અલગ જગ્યાએ શ્રાવણિયો આઠમનો જુગાર રમતા 12 આરોપીઓને પકડી પાડ્યા છે. જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અરણાઇ અને નલીમધની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 12 જુગારીઓને ઝડપી લીધા હતા.
વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી ફુલીફાલી છે ત્યારે જુગારીઓ શ્રાવણ માસમાં ભરપુર જુગાર રમી લેવાના મુડ હોય છે. અને ઠેકઠેકાણે બોર્ડ બેસાડીને જુગાર રમવા બેસી જતાં હોય છે ત્યારે પોલીસ પણ આવા જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

પોલીસ અધિક્ષકશ્રી વલસાડ નાઓના હુકમ મુજબ નાનાપોંઢા psi ભિંગરાડિયા ના સૂચના અનુસંધાને HC ગૌતમભાઈ કાળુભાઈ નાઓન મળેલ બાતમીના આધારે નાનાપોંઢા પોસ્ટે વિસ્તાર માં બે અલગ અલગ જગ્યાએ શ્રાવણિયો આઠમનો જુગાર રમતા 12 આરોપીઓને પકડી પાડી જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અરણાઇ
(૧) વસનભાઇ ગવનાભાઇ સાપટા ઉ.વ.૩૦ રહે. અરણાઇ, નિબારપાડા ફળીયા, તા.કપરાડા, જી.વલસાડ
(૨) પરાગભાઇ સામજીભાઇ વાંક ઉ.વ.૩૧ રહે. અરણાઇ, ચીંચપાડા ફળીયા, તા.કપરાડા,જી.વલસાડ
(3) દિલીપભાઇ ગાંડાભાઇ ભોયા ઉ.વ.૩૪ રહે. અરણાઇ, નિંબારપાડા ફળીયા, તા.કપરાડા,જી.વલસાડ
(૪) કરશનભાઇ બચુભાઇ વળવી ઉ.વ.૩૬ રહે. અરણાઇ, ચીંચપાડા ફળીયા, તા.કપરાડા, જી.વલસાડ
(૫) અરવિંદભાઇ છગનભાઇ પટારા ઉ.વ.૩૦ રહે. અરણાઇ, ખોરી ફળીયા, તા.કપરાડા, જી.વલસાડ
(૬) છગનભાઇ દેવજીભાઇ ઢાંઢર ઉ.વ.૩૫ રહે. અરણાઇ, નિંબારપાડા ફળીયા, તા.કપરાડા, જી.વલસાડ
નાની ટુંક વિગત- તે એવી રીતે કે આ કામે પકડાયેલ તહોમજકુરોએ અરણાઇ, ચીંચપાડા ફળીયા આંગણવાડીની પાછળા આવેલ ખુલ્લી જગ્યામા, તા.કપરાડા, જી.વલસાડ ખાતે ગેરકાયદેસર હારજીતનો તીન પત્તીનો જુગાર રમી- મતા/રમાડતા ગંજીપાના નંગ-પર તથા દાવ પરના રૂપીયા ૫૨૦/- તેમજ પકડાયેલ ઇસમની અંગઝડતીમાંથી મળી નાવેલ રોકડા રૂપિયા ૨,૮૨૦/-મળી કુલ્લે રૂ.૩,૩૪૦/- ના મુદ્દામાલ સાથે હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા પકડાય જઇ ગુનો કર્યો વિગેરે બાબત.
નલીમધની
(૧) વિનોદભાઇ છોટુભાઇ રાઉત ઉ.વ. ૪૦ રહે. નળીમધની નિશાળ ફળીયા તા.કપરાડા જી.વલસાડ
(૨) જાન્યાભાઇ સજનભાઇ રાઉત ઉ.વ.૫૦ રહે. નળીમધની નિશાળ ફળીયા તા.કપરાડા જી.વલસાડ
(૩) સંજયભાઈ રમણભાઈ વાઢુ ઉ.વ. ૨૩ રહે. નળીમતી ઉપલુ ફળીયુ તા.કપરાડા જી.વલસાડ
(૪) અનિલભાઇ મનુભાઇ ઓઝરીયા ઉ.વ. ૩૦ રહે.મોટીવહીયાળ પાડા ફળીયા તા.કપરાડા જી.વલસાડ
(૫) વિજયભાઇ નવસુભાઇ થોરાત ઉ.વ. ૩૫ રહે. નળીમધની ઉપલા ફળીયા તા.કપરાડા જી. વલસાડ
(૬) અશ્વિનભાઇ જમસુભાઇ રાઉત ઉ.વ. ૨૮ રહે. નળીમધની નિશાળ ફળીયા તા.કપરાડા જી.
વલસાડ
ટુંક વિગત- તે એવી રીતે કે આ કામે પકડાયેલ તહોમજકુરો મોજે નળીમધની નિશાળ ફળીયામાં વાળંદની દુકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર હારજીતનો જુગાર રમતા ગંજીપાના નંગ-પર તથા દાવ પરના રૂપીયા ૧૭૦/-તથા અંગઝડતી ના રૂા. ૬૬૦/- મળી કુલ્લે રૂ.૮૩૦/- નો મુદ્દામાલ સાથે હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા પકડાઇ ગયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here