મહિલાને પ્રસૂતિ પીડા થતાં ઝોળી બનાવી 2 કિમી પાણીમાં ચાલી હોસ્પિટલ લઈ જવાઈ

0
247

વિકાસ મોડલની કડવી વાસ્તવિકતા :ઝરવાણીમાં મહિલાને પ્રસૂતિ પીડા થતાં ઝોળી બનાવી 2 કિમી પાણીમાં ચાલી હોસ્પિટલ લઈ જવાઈ

  • ગ્રામજનોએ વીડિયો વાઈરલ કર્યો

કેવડિયા પાસે ઝરવાણી ગામે પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો છે. તાજેતરમાં જ ગામની એક મહિલાને પ્રસૂતિ પીડા થતાં હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી, પરંતુ ગામના નાળામાં પાણી વહેતાં મહિલાને ઝોળી કરી 2 કિમી પાણીમાં ચાલી દવાખાનામાં લઈ જવામાં આવી હતી.

આ દૃશ્યો ગુજરાતના વિકાસ મોડલની પોલ ખોલી રહ્યાં છે.નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગરમાં અંદાજિત 5 હજાર કરોડથી વધુનો વિકાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો કે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે, પણ સ્થાનિકો માટે કોઈ વિકાસનાં કાર્યો પાયાની સુવિધાઓ નથી. કેવડિયાને અડીને આવેલા ઝરવાણી ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં ઝોળીમાં દવાખાને લઇ જવા ગ્રામજનો મજબૂર બન્યા અને મહિલાનો ભાઈ અમરસિંહ વસાવા જાતે ઝોળી બનાવી 2 કિમી પાણીમાં ચાલીને મુખ્ય માર્ગ પર પહોંચાડી ત્યારે વાહન મળ્યું. ચોમાસામાં તો અંતરિયાળ ગામોની હાલત બહુ કફોડી થઈ જાય છે. આદિવાસીઓની આવી સ્થિતિ તંત્ર ઝડપથી દૂર કરે એવી માગ કરાઈ છે.દર વર્ષે આ ગામમાં આ પરિસ્થિતિ ઊભી થાય છે.નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામ એક એક ડુંગરાળ અને પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ છે. આ ગામની 2500 જેટલી વસતિ ધરાવતું ગામ છે. વર્ષે ચોમાસામાં ઝરવાણી ગામ પાસે ખાડીમાં પાણી આવી જતાં ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે. ગામમાંથી નીકળવાનો એકમાત્ર માર્ગમાં ખાડી આવતાં દર વર્ષની સમસ્યા છે, જેના કારણે ગામમાં ગંભીર પરિસ્થિતિમાં 108 પણ ગામ સુધી જઈ શક્તી નથી.
ગ્રામજનોએ વીડિયો વાઈરલ કર્યો.ગ્રામજનો દર્દીઓને ઝોળીમાં નાખી 2 કિમીનું અંતર પગપાળા કાપી ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જાય છે. ઝરવાણીથી નીકળતા વચ્ચે ખાળી પર પુલ બાંધી આપવા ગ્રામજનો વર્ષોથી માગ કરી રહ્યા છે, પણ આ જગ્યાએ નાળું કે પુલિયુ બનાવવામાં આવતું નથી. માટે ગ્રામજનોએ વીડિયો વાઈરલ કરી સરકારને ગામની પરિસ્થિતિ વર્ણવી એક રીતે વિરોધ નોંધાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here