ગવાંટકા પ્રા. શાળાની વિદ્યાર્થિની પ્રગતિબેન જાંજર સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાને
માહિતી બ્યુરો વલસાડઃ તા.૨૦ ઓગસ્ટ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લાનો પ્રાથિમક સકક્ષાનો કલા ઉત્સવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો હતો. જેમાં સમગ્ર જિલ્લાની શાળાઓના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી સંગીત ગાયન સ્પર્ધામાં કપરાડા તાલુકા મથકે આવેલી ગવાંટકા પ્રાથિમક શાળાની વિદ્યાર્થિની જાંજર પ્રગતિબેન શ્રીરામભાઇએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગામ તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવારે તેણીની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Home આદિવાસી સમાજ કપરાડાના ગવાંટકા પ્રા. શાળાની વિદ્યાર્થિની પ્રગતિ જાંજર સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાને