નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના કાકડવેરી સાકાર વાંચન કુટીર કાકડવેરીના લોકાર્પણ કાર્યક્રમનું ઉદ્દઘાટન પ્રોફેસર ડૉ. ઇન્તેખાબ અન્સારી હસ્તે કરવામાં આવ્યું.

0
326

મુંબઈના સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીરનું નવસારી જિલ્લાના ખેરગામ નજીકમાં આવેલ કાકડવેરી ગામમાં કાર્યક્રમનું ઉદ્દઘાટન અને લોકાર્પણ પ્રોફેસર ડૉ. ઇન્તેખાબ અન્સારી ના હસ્તે કરવામાં આવ્યું.

આદિવાસી ક્ષેત્રમાં જરૂરિયાત મંદ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી જરૂરી સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ થાય અન્ય ગ્રામજનોને ધંધા, રોજગાર , જીવનલક્ષી સાહિત્ય , શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને કેળવણીલક્ષી સાહિત્ય ઉપલબ્ધ કરાવવાના હેતુસર સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર લોકાર્પણ કરવામાં આવ્યું.

પ્રોફેસર ડૉ. અન્સારી જણાવ્યું કે માનવ જીવનના વિકાસમાં પુસ્તકોના મહત્વ વિશેશ હોય છે તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વાંચનાલયના મહત્વ વિશે વાત કરી ગામના વધુમાં વધુ વિદ્યાર્થીઓ , ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો. તથા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના યોગદાનને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે એલ.જીયા ફાઉન્ડેશન ભોમાપારડીના સ્થાપક સંજોગભાઈ તરફથી gpsc નો સેટ સાકાર વાંચન કુટીર કાકડવેરીને ભેટ આપવામાં આવ્યો હતો.

warriors Dharampur ની અનોખી પરંપરા મુજબ આ પ્રસંગે ગામની દીકરી ડૉ. દિવ્યાની કેદારિયાનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

Ad….

આ પ્રસંગે ડૉ. બિપિન પટેલ (શિક્ષણ નિરીક્ષક વલસાડ), ડૉ.વર્ષાબેન પટેલ (આચાર્ય મોડેલ સ્કૂલ માલનપાડા), નરેશભાઈ પટેલ (સરપંચ કાકડવેરી), સુમિત્રાબેન ગરાસિયા ( જિ. પંચાયત સદસ્ય), નિર્મળાબેન (ડેરી પ્રમુખ), રમણભાઈ પટેલ (માજી સરપંચ), કમલેશભાઈ માહલા (ઉપપ્રમુખ પ્રાથમિક શિક્ષક સંઘ ધરમપુર), મહેશભાઈ ગરાસિયા( Rto કચેરી સુરત), રજનીકાંત પટેલ (સરપંચ મરઘમાળ) , યજ્ઞેશ ચાવડા (crc સાદડપાડા) , રાયુભાઈ નાયક (crc બિલપુડી), અનિલભાઈ ગરાસિયા (શિક્ષક smsm હાઇસ્કુલ ધરમપુર), જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઇબ્રેરીના સ્થાપક), કમલેશભાઈ પટેલ (આદિવાસી એકતા પરિષદ ધરમપુર), વિજય ગરાસિયા (શિક્ષક) મંજુલાબેન ગરાસિયા (શિક્ષક), રિતેશ ગરાસિયા, ડેનિસ પટેલ , ભાવિકાબેન પાનેરિયા, વિલાસબેન ગરાસિયા , નિતાબેન પટેલ, હેમીનાબેન ગરાસિયા ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. તથા સાકાર વાંચન કુટીર ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. વિરેન્દ્ર ગરાસિયા, રાજેશ પટેલ (શિક્ષક ), મિતેશ પટેલ (વૃંદાવન સ્ટુડિયો ધરમપુર), પ્રિતેશ પટેલ, નવનીત પટેલ (માજી સરપંચ), જગદીશ ગરાસિયા (શિક્ષક) વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. વિરેન્દ્ર ગરાસિયા (શિક્ષક નાની ઢોલ ડુંગરી) તથા આવધા પ્રા. શાળાના શિક્ષક તથા Rainbow warriors Dharampur ગ્રુપના કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here