રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે કાતિલ ઠંડી (coldwave) નો માહોલ છવાઈ ગયો છે. સતત બે દિવસથી લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠડીમાં વધારો થઈ શકે છે. 4 ડિસેમ્બરથી ઠંડી (winter) માં વધારો થવાનો છે.રાજ્યમાં આજે પણ કાતિલ ઠંડી સાથે ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ આજે પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. જેની અસર ઠંડી પર પડી રહી છે. ગુરૂવારે રાજ્યના કુલ 91 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ રાજ્યમાં સર્જાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે પણ કાતિલ ઠંડી સાથે ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ આજે પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. જેની અસર ઠંડી પર પડી રહી છે. ગુરૂવારે રાજ્યના કુલ 91 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ રાજ્યમાં સર્જાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર વધ્યુ છે.