ગરીબીની દલદલમાં ફસાયેલા વ્યક્તિને મફત સુવિધાઓ અને વસ્તુઓ પૂરી પાડતી યોજના મહત્વપૂર્ણ છે : સુપ્રીમ કોર્ટ

0
353

રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ આપવાના વચન પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું ,કે ગરીબીની દલદલમાં ફસાયેલા વ્યક્તિને મફત સુવિધાઓ અને વસ્તુઓ પૂરી પાડતી યોજના મહત્વપૂર્ણ છે. પ્રશ્ન એ છે કે,આ વસ્તુની ગણતરી કોણ કરશે કે, કઇ વસ્તુ મફતના દાયરામાં આવે છે? અને કઇ વસ્તુને લોકકલ્યાણ ગણવામાં આવશે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આ મામલે ચૂંટણી પંચને વધારાની સત્તા આપી શકીએ નહીં. કોર્ટે આ મામલે આવતીકાલે સુનાવણી કરવાનું પણ કહ્યું છે.

કોર્ટે કહ્યું કે, ફ્રીબીઝ એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને તેના પર ચર્ચા કરવાની જરૂર છે.

આ અંગે CJI NV રમનાએ કહ્યું, “ધારો કે જો કેન્દ્ર સરકાર એવો કાયદો બનાવે છે કે, રાજ્યોને મફત ભેટ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવે, તો શું આપણે એ કહી શકીએ કે, આવો કાયદો ન્યાયિક તપાસ માટે નહીં આવે.” આવી સ્થિતિમાં અમે આ બાબતને દેશના કલ્યાણ માટે સાંભળી રહ્યા છીએ.”

કોર્ટને આદેશ આપવાની સત્તા છે પણ…’

SC આ મામલે અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ચૂંટણીમાં મફત સુવિધાઓનું વચન આપનાર રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

ચીફ જસ્ટિસે આજની સુનાવણીમાં કહ્યું કે કોર્ટને આ મુદ્દે પણ આદેશ જારી કરવાની સત્તા છે પરંતુ આવતીકાલે જો કોઈ કલ્યાણ સ્કીમ કહીને કોર્ટમાં આવે કે તે સાચી છે તો ફરી એવી ચર્ચા થશે કે કેમ ન્યાયતંત્રએ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો

સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે, અમે નક્કી કરીશું કે મફત ભેટ શું છે. કોર્ટે પૂછ્યું કે શું સાર્વત્રિક આરોગ્ય સંભાળ, પીવાના પાણીની પહોંચ, શિક્ષણની ઍક્સેસને મફત ભેટ તરીકે ગણી શકાય. મફત ભેટ શું છે તે આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. શું આપણે ખેડૂતોને મફત ખાતર, બાળકોને મફત શિક્ષણના વચનને મફત ભેટ કહી શકીએ? જનતાના પૈસા ખર્ચવાનો સાચો રસ્તો કયો છે તે જોવુ જોઇએ.

SCએ બુધવારે કહ્યું હતું કે, રાજકીય પક્ષો અને વ્યક્તિઓને તેમની બંધારણીય જવાબદારી પૂરી કરવાના હેતુસર ચૂંટણી વચનો આપતા અટકાવી શકાય નહીં. આ ઉપરાંત, વ્યક્તિએ ‘ફ્રીબીઝ’ શબ્દ અને વાસ્તવિક કલ્યાણ યોજનાઓ વચ્ચેનો તફાવત સમજવો પડશે.

કોર્ટે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) નો ઉલ્લેખ કરતા કહ્યું કે, મતદારો મફત ભેટો માંગતા નથી, પરંતુ જ્યારે તેઓ તક આપે છે ત્યારે તેઓ ગૌરવપૂર્ણ રીતે આવક મેળવવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here