વલસાડ જિલ્લામાં વરસાદની સિઝન શરૂ થતાં જ રોડ અને રસ્તાઓ તૂટવાનું શરૂ થઈ જાય છે. અને રોડ પર દેખાય છે માત્ર ખાડા.

0
411

  • નાના ગામડા હોય કે શહેરની જનતા બધા જ ચોમાસુ શરૂ થતાં રોડ અને રસ્તા પર પડેલા ખડાની સમસ્યા થી હેરાન પરેશાન
  • ખાડાઓથી નારાજ લોકો મજાકમાં કહે છે રસ્તા બનાવ્યા છે કે સ્વિમિંગ પુલ. વરસાદી પાણી એકાએક ભરાવાના કારણે ખાડાની ખબર ન હોવાથી લોકો પડી જાય છે.
  • રસ્તાઓ ના નિર્માણ કાર્યમાં પણ સરકાર ના કેટલાક નિયમો હોય છે.પરંતુ કૉન્ટ્રાક્ટરો નિયમો ને ધોઈ ને પી જાય છે.છતાં જે અંગે કોઈ કાઈ પણ પગલાં લેવા માં આવતા નથી .જેથી કોન્ટ્રકરો ને ભષ્ટાચાર આચરવા મોકળું મેદાન મળી જાય છે.અને એક જ વર્ષ માં રસ્તાઓ ની બિસમાર હાલત થઈ જાય છે.

વરસાદની સિઝન શરૂ થતાં જ રોડ અને રસ્તાઓ તૂટવાનું શરૂ થઈ જાય છે. અને રોડ પર દેખાય છે માત્ર ખાડા. આ એક વર્ષો જૂની સમસ્યા છે. પરંતુ તેનું નિરાકરણ ક્યારે આવશે… એ કોઈ કહી શકે તેમ નથી. નાના ગામડા હોય કે શહેરની જનતા બધા જ ચોમાસુ શરૂ થતાં રોડ અને રસ્તા પર પડેલા ખડાની સમસ્યા થી હેરાન પરેશાન થાય છે.

વરસાદ આવતા જ રોડ બનાવવામાં વપરાતો ડામર જાણે પાણી સાથે ક્યાં ગાયબ થઈ જાય છે. ખબર જ નથી પડતી અને રસ્તાઓ પર વધે છે માત્ર પાણી ભરેલા ખાડા અને છૂટાછવાયા કાંકરા અથવા કપચી. ખાડાઓથી નારાજ લોકો મજાકમાં કહે છે રસ્તા બનાવ્યા છે કે સ્વિમિંગ પુલ. વરસાદી પાણી એકાએક ભરાવાના કારણે ખાડાની ખબર ન હોવાથી લોકો પડી જાય છે.

આ ઉપરાંત વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાડાઓના કારણે માર્ગ અકસ્માતનો ભય રહે છે.આવા તૂટેલા રોડ પર વાહન ચલાવવાની મજા જ કાઇ અલગ છે. આ તૂટેલા રસ્તાઓ પર ક્યાંક વચ્ચોવચ કે ધારથી વાહનો ઝિગઝેગ રીતે ચાલે છે. તો કેટલાક કિસ્સામાં ટ્રાફિક પોલીસ ને પણ મદદ રૂપ સાબિત થઈ રહ્યા છે. પાણીથી ભરેલો ખાડો એ ઘણીવાર મોતને સીધું આમંત્રણ પણ આપી દે છે.આ ખાડા તો સીધા જાણે હાડકાના ડોક્ટરની ઓપીડી જ વધારી રહ્યા છે. કરોડરજ્જુને લગતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કેટલાક દર્દીઓ નસોમાં ધબકારા વધવા, સ્લીપ ડિસ્ક જેવી ફરિયાદો સામાન્ય બની ગઈ છે. ધીમી ગતિએ વાહન ચલાવવામાં આવે અને ખાડાઓથી બચવામાં આવે તો આ પ્રકારની મુશ્કેલી ટાળી શકાય છે.આવા રોડ ઉપર વાહન ધીમે હાંકો જેવા બોર્ડ મારવાની જરૂર જ નથી પડતી. રોડ પર ખાડાઓ જોઈ વાહન ચાલક જાતે જ વાહન ધીમે હંકારવાનું શરૂ કરી દે છે. તો ક્યારેક આવા રસ્તાઓ ટ્રાફિક જામનું કારણ પણ બની જાય છે. તો આવા ખાડા વાળા રોડ અને રસ્તા કેટલીકવાર અકસ્માતનું પણ કારણ બને છે.જો કે સૌથી વધુ તો ઘાયલ અને મૃતકોનું વહન કરતી એમ્બ્યુલન્સને તકલીફ પડે છે. ખાડાવાળા રોડ પર એમ્બ્યુલન્સની ગતિ પણ ધીમી રાખવી પડે છે. રોડ પર ખાડાઓમાં એમ્બ્યુલન્સ ક્યારે પલટી જશે તેનો ભરોસો નથી હોતો.દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા દેશમાં ચોમાસા બાદ સર્વત્ર આવી જ પરિસ્થિતી જોવા મળે છે. રસ્તાની બેદરકારીને કારણે આપણે ગોપીનાથ મુંડે, રાજેશ પાયલટ, સાહિબ સિંહ વર્મા જેવા દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા છે. મર્યાદાથી વધુ ઝડપે વાહન ચલાવવું, ક્ષમતાથી વધુ ભારણ, લેનમાં વાહન ન ચલાવવું, રસ્તાની બંને બાજુએ અતિક્રમણ અને દુકાનો – એવા ઘણા મુદ્દા છે જેના પર યોગ્ય કાયદાઓ પ્રત્યે ઉદાસીનતા છે અને આ પણ માર્ગ અકસ્માતના પરિબળો છે.

અકસ્માતમાં મોત

2016 થી 2020 ની વચ્ચે દેશમાં 29 હજાર અકસ્માતો માત્ર રસ્તા પરના ખાડાઓને કારણે થયા છે. એટલે કે પાંચ વર્ષમાં દેશમાં દરરોજ સરેરાશ 16 અકસ્માતો થયા છે કારણ કે રસ્તા પર ખાડાઓ છે. 2013 થી 2017 ની વચ્ચે આપણા દેશમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે 14 હજાર 926 લોકોના મોત થયા હતા. એટલે કે 5 વર્ષમાં દરરોજ 8 નાગરિકોએ માર્ગ પર ખાડાઓ હોવાના કારણે જીવ ગુમાવ્યો હતો.આખરે ક્યાં સુધી લોકોને આવા રસ્તાઓ પર ચાલવાની ફરજ પડશે? તેમને સારા રસ્તા ક્યારે મળશે

.Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here