- ભાજપના કદાવર અને દિગ્ગજ યુવા નેતા નિરંજન વસાવા ‘આપ’માં જોડાયા: આપ
- નિરંજન વસાવાએ અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો: આપ
નિરંજન વસાવા આમ આદમી પાર્ટીમાં સામેલ થતા નર્મદા જીલ્લામાં ભાજપાને ચોક્કસપણે વિધાનસભાની ચુંટણીમાં મોટાપાયે નુકસાન થશે: આપ
અમદાવાદ/ગુજરાત
છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઊભી કરી રહી છે. આમ આદમી પાર્ટીને જનતા તરફથી જે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે તેના આધારે કહી શકાય છે કે લોકો આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા માટે તૈયાર છે. આજે ગુજરાતના દરેક સમાજના, જાતિના, ધર્મના અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ સાથે સાથે બીજી પાર્ટીઓમાં જે ઈમાનદાર લોકો છે તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે.
આ ઈમાનદાર લોકોની યાદીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. ગુજરાત સરપંચ પરિષદના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ભાજપ સાથે છેડો ફાડયા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. નિરંજન વસાવા અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલજી તથા મનીષ સિસોદિયાજીએ ટોપી અને ખેસ પહેરાવીને નિરંજન વસાવાને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તથા આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ઉપસ્થિત હતા.
નિરંજન વસાવા દરેક પંચાયતોના સરપંચ સાથે સીધો જ ઘરોબો હોય, તેમજ રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં કોઇ પણ સમસ્યા હોય તેના નિરાકરણ અને હલ માટે હંમેશા તત્પરતા દાખવતા હોય છે. આમ આદમી પાર્ટીમાં સામેલ થતા નર્મદા જીલ્લામાં ભાજપાને ચોક્કસપણે વિધાનસભાની ચુંટણીમાં મોટાં પાયે નુકસાન થશે.
નિરંજન વસાવા અરવિંદ કેજરીવાલજીની કટ્ટર ઈમાનદાર રાજનીતિથી તથા દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે કરેલા શાનદાર કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને તેઓને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીએ જેવા કામો દિલ્હીમાં કરે છે તેવા શાનદાર કામો ગુજરાતમાં પણ થશે. આમ આદમી પાર્ટીએ મફત વીજળી, દરેક યુવાનોને રોજગાર, ઉચ્ચકક્ષાનું મફત શિક્ષણ, વિશ્વસ્તરીય મફત આરોગ્ય વ્યવસ્થા, વેપારીઓ માટે ભયમુક્ત વાતાવરણ અને આદિવાસી સમાજની પ્રગતિ માટે પ્રગતિશીલ પગલા જેવી ઘણી ગેરંટીઓ આપી છે અને નિરંજન વસાવાને પુરેપુરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ આ બધા જ કાર્યો કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી ગુજરાત