ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા રાજન ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાયા.

0
284

  • અરવિંદ કેજરીવાલજીના હસ્તે વિદ્યાર્થી નેતા રાજન ઠક્કર ‘આપ’માં જોડાયા.
  • અરવિંદ કેજરીવાલ જી ની વિચારધારા અને દિલ્હીમાં તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો થી પ્રભાવિત થઈને રાજન ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે: ‘આપ’
  • આજે આમ આદમી પાર્ટી દરેક વ્યક્તિ માટે પહેલી પસંદ બની ગઈ છે: ‘આપ’
  • ગુજરાતના લોકો અરવિંદ કેજરીવલજીના કામ થી ઘણા પ્રભાવિત થયા છે: ‘આપ

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના જનસેવાના કાર્યો થી પ્રભાવિત થઈને સમાજ સેવા કરનાર દરેક વ્યક્તિ હવે ‘આપ’માં જોડાઈ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ઝડપથી પ્રગતિ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ જી આ દેશની એકમાત્ર આશા છે અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી જ લોકોની એકમાત્ર ઉમ્મીદ છે. અને આ વાત હવે ગુજરાત ના લોકો પણ સમજી રહ્યા છે એટલે આમ આદમી પાર્ટી ને ગુજરાત ની જનતા તરફથી અથાગ પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટી દરેક વ્યક્તિ માટે પહેલી પસંદ બની ગઈ છે. જેના કારણે લોકો સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ કડી માં આગળ વધુ એક નામ ‘આપ’માં જોડાયુ છે.

અમદાવાદના રહેવાસી રાજન ઠક્કર જે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા છે. તેઓ યુથ સાથે 2018થી જોડાયેલા છે. રાજન ઠક્કર LRD (પોલીસ કોન્સ્ટેબલ), બિનસચિવાલય, TET-TAT અને બીજી ઘણી બધી પરીક્ષાઓમાં લીડર ની ભૂમિકા ભજવી ચુક્યા છે. તેઓ ઉમેદવાર તરફથી ‘મીડિયા સ્પોક પર્સન’ પણ રહી ચુક્યા છે. હાલમાં રાજન ઠક્કર એ સફળતા પૂર્વક ગુજરાત સરકારના ગૃહ વિભાગ વિરુદ્ધ LRD આંદોલન પૂરું કર્યું છે.

રાજન ઠક્કર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી દ્વારા ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

અરવિંદ કેજરીવાલ જી ની વિચારધારા અને દિલ્હીમાં તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો થી પ્રભાવિત થઈને રાજન ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સાથે તેમણે એ પણ જોયું કે અરવિંદ કેજરીવાલ જી ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આ બધી બાબતો જોઈને રાજન ઠક્કર એ નક્કી કર્યું કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ગુજરાતની જનતાની સેવા કરશે.

છેલ્લા ઘણા મહિનાઓથી અરવિંદ કેજરીવાલજી ગુજરાત પ્રવાસે છે. અને વારંવાર ગુજરાત આવીને ગુજરાતની જનતાને ગેરંટીઓની ભેટ આપી રહ્યા છે. અત્યાર સુધી અરવિંદ કેજરીવાલજીએ શિક્ષા, સ્વાસ્થ્ય, વીજળી, રોજગાર, આદિવાસી, મહિલા અને વેપાર ક્ષેત્રે એવી મહત્વપૂર્ણ ગેરંટીઓ આપી છે જેવી આજ સુધી કોઈ સરકારે આપી નથી અને તે ગેરંટીના પુરાવા રૂપે આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં પણ સંપૂર્ણ પણે જનતાની સુખ સુવિધા માટે કામ કરી બતાવ્યું છે. જેનાથી ગુજરાતના લોકો અરવિંદ કેજરીવલજીના કામ થી ઘણા પ્રભાવિત થયા છે.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here