એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું કૃત્ય, વિદ્યાર્થિનીના ગળા પર તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી

0
273

વલસાડના ઉમરગામના દહાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું કૃત્ય, વિદ્યાર્થિનીના ગળા પર તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી

વલસાડના ઉમરગામ તાલુકાના દહાદ ગામમાં આજે એક વિદ્યાર્થિનીની સરાજાહેર હત્યા નિપજાવાતા ચકચાર મચી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે આ હત્યાનો અંજામ આપ્યો હોવાની વિગતો સામે આવી છે. મૃતક સગીરા મોટર સાયકલ પર ટ્યુશન ક્લાસ જઈ રહી હતી ત્યારે જ રસ્તામાં આંતરી યુવકે તીક્ષણ હથિયારથી ગળા પર ઘા મારી હત્યા નિપજાવી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હત્યા નિપજાવી ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

એકતરફી પ્રેમમાં પાગલ યુવકનું કૃત્ય
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિની હત્યા એક તરફ પ્રેમમાં પાગલ પંકજ પાસવાન નામના યુવકે કરી હોવાનો ખુલાસો થયો છે. આજરોજ વિદ્યાર્થિની તેની શાળામાં અભ્યાસ કરતી બહેનપણીના ઘરે સ્કૂલની બુક લેવા ગઈ હતી. બુક લઈને પરત ફરી રહી હતી તે દરમ્યાન વિદ્યાર્થિની પાસે પંકજ પાસવાન અને તેના બે મિત્રો પહોંચી ગયા હતા અને ઝઘડો કરવા લાગ્યો હતો. પંકજે ઉશ્કેરાઈને વિદ્યાર્થિની પર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. બુમાબુમ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. અને પંકજને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પંકજ મોપેડ લઈને ભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ ઘટના અંગે ઉમરગામ પોલીસને જાણ કરી હતી. ઉમરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાલુકામાં નાકાબંધી કરી હત્યા કરી ભાગી ગયેલ પંકજને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધાર્યા છે.

પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી
ધોળે દિવસે સગીર વિદ્યાર્થિનીની હત્યાના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. હત્યા નિપજાવનાર યુવક તેના અન્ય બે મિત્રો સાથે મોટર સાયકલ પર આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ વિસ્તારના સીસીટીવીની તપાસ કરી નાશી છૂટેલા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

વિદ્યાર્થિનીના પરિવારજનોમાં આક્રંદ છવાયો
એકતરફી પ્રેમમાં પાગલ યુવકે વિદ્યાર્થિનીની હત્યા નિપજાવ્યાની સગીરાના પરિવારને જાણ થતા ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પરિવારજનોના આક્રંદના કારણે વાતાવરણ ગમગીન બન્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here