વલસાડ SOGએ ઝડપ્યો નકલી નોટનો જથ્થો: 500ના દરની 5.47 લાખની નકલી નોટો સાથે 3 આરોપીઓની કરી ધરપકડ

0
614

વલસાડ SOGએ ઝડપ્યો નકલી નોટનો જથ્થો: 500ના દરની 5.47 લાખની નકલી નોટો સાથે 3 આરોપીઓની કરી ધરપકડ

  • વલસાડ જિલ્લાની SOG પોલીસની ટીમે કપરાડામાંથી રૂપિયા 500ના દરની 5.47 લાખની નકલી નોટનો જથ્થો ઝડપી પાડ્યો. જે મામલે પોલીસે પાકિસ્તાની કનેક્શનના આધારે તપાસ હાથ ધરી છે.

ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા નકલી ચલણી નોટનું કૌભાંડ રાજ્યમાં અનેકવાર સામે આવ્યું છે. જોકે સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં નકલી નોટના માફિયાઓ પોતાના બદઈરાદાઓ બહાર પાડતા હોય છે ત્યારે આ વખતે રાજ્યના છેવાડે આવેલ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટ બજારમાં ઘુસાડવાના એક ષડયંત્રનો પર્દાફાશ વલસાડ પોલીસે કર્યો છે.

વલસાડ SOGએ ઝડપ્યો નકલી નોટનો જથ્થો: 500ના દરની 5.47 લાખની નકલી નોટો સાથે 3 આરોપીઓની કરી ધરપકડ, પોલીસે પાકિસ્તાની કનેક્શનના આધારે તપાસ હાથ ધરી છે.
ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા નકલી ચલણી નોટનું કૌભાંડ રાજ્યમાં અનેકવાર સામે આવ્યું છે. જોકે સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં નકલી નોટના માફિયાઓ પોતાના બદઈરાદાઓ બહાર પાડતા હોય છે ત્યારે આ વખતે રાજ્યના છેવાડે આવેલ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટ બજારમાં ઘુસાડવાના એક ષડયંત્રનો પર્દાફાશ વલસાડ પોલીસે કર્યો છે.
વલસાડ SOGએ 500ના દરની 5.47 લાખની નકલી નોટનો જથ્થો ઝડપી પાડ્યો છે. 500ના દરની નકલી નોટો સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કપરાડાના 2 અને નાસિકના એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં વોન્ટેડ આરોપીએ નાસિકથી નકલી નોટો મોકલી હતી. આરોપીઓ અઢી લાખ રૂપિયા સામે 5 લાખની નોટો આપવાના હતા. હાલ આ મામલે પોલીસે પાકિસ્તાની કનેક્શનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

500ના દરની નકલી નોટો સાથે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ ઠાલવી ભારતના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાનું આ ષડયંત્ર છેક નાસિકથી ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા, SOG PI સી.બી ચૌધરી, SOGના PSI એલ જી રાઠોડ અને તેઓની ટીમે ડમી ગ્રાહકને મોકલી બાતમીવાળી જગ્યાએ ટ્રેપ ગોઠવી હતી. જેથી SOGની ટીમે રૂ. 5.47 લાખના દરની રૂ. 500ની નકલી નોટના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા અને 1 ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેમાં પોલીસે કપરાડાના 2 યુવકો અને નાસિકનો એક યુવક મળીને કુલ 3 યુવકોને ઝડપી પાડયા હતા.

નાસિકમાં રહેતા માસ્ટર માઈન્ડ બાલા ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો

આ ઘટનામાં પોલીસે નાસિકમાં રહેતા માસ્ટર માઈન્ડ બાલા ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં વલસાડ પોલીસ આ નકલી નોટોના કૌભાંડમાં નાસિક ટીમ મોકલીને તાત્કાલિક બાલા ચૌધરીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આથી, જો વલસાડ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરશે તો મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here