ધરમપુર તાલુકાના નડગધરી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ દ્વારા વાંચન કુટીરનું લોકાર્પણ

0
334

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર નડગધરીનું લોકાર્પણ શિવાજીભાઈ પવાર dysp સુરેન્દ્રનગર ના હસ્તે કરવામાં આવ્યું.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નડગધરી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર એવા અમેરિકા નિવાસી હિતેનભાઈ ભૂતાના સહયોગ થી, Rainbow warriors Dharampur તથા ગ્રામ પંચાયત નડગધરી સંચાલિત સાકાર વાંચન કુટીરનું ઉદ્ઘાટન તથા લોકાર્પણ શિવાજીભાઈ પવાર (dysp સુરેન્દ્રનગર) ના હસ્તે કરવામાં આવ્યું.

અમેરિકા નિવાસી હિતેનભાઇ ભૂતાના હૈયે ધરમપુર ,કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીનું હિત વસેલું હોય, હમણાં સુધી 5 સાકાર વાંચન કુટીર શરૂ કરવામાં આવી છે. આ સાકાર વાંચન કુટીરમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય, શિક્ષિત યુવાનો, શિક્ષિત બેરોજગાર યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય, ખેડૂતો માટે કૃષિ વિષયક ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

આ પ્રસંગે Rainbow warriors Dharampur ની અનોખી પરંપરા મુજબ નડગધરી ગામના યુવાન (એમ. એ. બી.એડ) તથા (gset)ની પરીક્ષા પાસ કરનાર ભરતભાઈ મગનભાઈ ગવળીનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે dysp શિવાજી પવાર , ચિન્તીબેન ભોયા સરપંચ નડગધરી ડૉ. બિપિન પટેલ શિક્ષણ નિરીક્ષક વલસાડ, ડૉ. વર્ષાબેન પટેલ આચાર્ય મોડેલ સ્કૂલ માલનપાડા, કમલેશભાઈ પટેલ આદિવાસી એકતા પરિષદ ધરમપુર, કલ્પેશભાઈ પટેલ અપક્ષ સદસ્ય તા.પંચાયત ધરમપુર જયેશભાઈ પટેલ પલ્લવ પ્રિન્ટર ધરમપુર જયંતિભાઈ પટેલ શીતળ છાયડો લાઇબ્રેરી , મહેશભાઈ ગરાસિયા Rto કચેરી સુરત, હિનલ પટેલ નાયકા સમાજ મંત્રી , યજ્ઞેશ ચાવડા સી આર સી કો, રજની પટેલ સરપંચ મરઘમાળ, રાજેશ પટેલ સરપંચ ખારવેલ , પ્રફુલ પટેલ સરપંચ કેલિયા,મહેન્દ્ર ગરાસિયા, અરવિંદભાઈ, મોડેલ સ્કૂલ માલનપાડા ચેતન પટેલ આચાર્ય સાદડ પાડા, ભાવિકાબેન પાનેરીયા શિક્ષક, વિલાસબેન ગરાસિયા, શિક્ષક મીનળબેન , જગદીશભાઈ પાસાર્યા વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

Dysp શિવાજી પવારે જીવનમાં શિક્ષણના મહત્વ વિશે વાત કરી વાંચન કુટીરનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. બિપિન પટેલ તથા ડૉ. વર્ષા પટેલે સારા વિચારો માટે પુસ્તકોની અગત્યતા વિશે સમજ આપી હતી. કમલેશ પટેલ આદિવાસી એકતા પરિષદ ધરમપુર, તથા કલ્પેશ પટેલ અપક્ષ સદસ્ય તા.પંચાયત ધરમપુર એ સાકાર વાંચન કુટીર આદિવાસી વિસ્તારમાં આશીર્વાદરૂપ ગણાવી હતી. તથા ગામના વધુમાં વધુ વિદ્યાર્થીઓ , ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ લેવા અપીલ કરી હતી.

આ પ્રસંગે એલ.જીયા ફાઉન્ડેશન ભોમાપારડીના સ્થાપક સંજોગભાઈ પટેલ તરફથી સાકાર વાંચન કુટીર માટે Gpsc નો સેટ ભેટ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે નડગધરી ગામના સામાજિક કાર્યકર દિનેશભાઈ ભોયા, જગદીશભાઈ પાસાર્યાં (માજી સરપંચ) , ગ્રામ પંચાયતના સભ્યો, Rainbow warriors Dharampur ના સભ્યો ઉમેશ પટેલ, અંકિત પટેલ, જીજ્ઞેશ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન આવધા પ્રાથમિક શાળાના શિક્ષક તથા Rainbow warriors Dharampur કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here