વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી, જેથી પારડી પોલીસે ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પારડી ચંદ્રપુર પારનદી પાસે એક સૂમસામ માર્ગ પર વલસાડના ગુમસુદા મહિલા સિંગર એવા વૈશાલી બલસારાની કાર માં રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા ભારે ચકચાર
- વલસાડના નામાંકીત મહિલા સિંગરની લાશ મળી આવી છે, કાર લોક મારેલી હાલતમાં હતું. પોલીસે કાફલો ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો
- પરણિતા ની હત્યા કે આત્મહત્યા કે અન્ય કોઈ કારણ છે તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે
- વલસાડ LCBની ટીમને જાણ થતાં વલસાડ LCBની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી, જેથી પારડી પોલીસે ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. પારડી પોલીસે ચેક કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી
જિલ્લાના પારડી તાલુકામાં પાર નદી પાસે એક શંકાસ્પદ હાલતમાં કાર ઉભેલી જોઈને સ્થાનિક લોકોએ આજુબાજુમાં કાર માલિકની શોધખોળ હાથ ધરી હતી. કાર માલિક ન મળતા સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં ચેક કરતા કારની પાછળની સીટના ફૂટરેક પાસેથી મહિલાની લાશ મળી હતી. પારડી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે લાશનો કબ્જો મેળવી FSLની ટીમની મદદ મેળવી હતી. ઘટના અંગે વલસાડ LCBની ટીમને જાણ થતાં વલસાડ LCBની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પતિએ લાશની ઓળખ કરી
વૈશાલી બલસારા ગઈ કાલના રોજ ગુમ થઈ હોવાની નોંધ વૈશાલીના પતિએ સીટી પોલીસ મથકે કરવી હતી. પારડી પોલીસે વૈશાલીના પતિને ઘટનાની જાણ કરતા વૈશાલી બલસારાના પતિએ લાશની ઓળખ કરી હતી