ધરમપુર બારોલીયાની કુમારી પાયલ કબડ્ડી એસોસિયેશન દ્વારા કબડ્ડી સ્પર્ધામાં ગુજરાત રાજ્યની જુનિયર ટીમમાં પસંદગી

0
245

ધરમપુર તાલુકાના તાલુકા રામેશ્વર આદિવાસી પ્રગતિ
મંડળ માલનપાડા તાલુકા ધરમપુર જિલ્લા વલસાડ સંચાલિત શ્રી રામેશ્વર માધ્યમિક શાળા બારોલીયા માં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી કુમારી પાયલ રમેશભાઈ પાડવી ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિયેશન દ્વારા કબડ્ડી સ્પર્ધામાં ગુજરાત રાજ્યની જુનિયર ટીમમાં પસંદગી પામ્યા છે.

પસંદગી વડોદરા મુકામે યોજાયેલ તાલીમ કેમ્પ દરમિયાન કરવામાં આવી હતી. હવે પછી પાયલબેન ૧-૯-૨૦૨૨ ગુરુવારના દિને પટના બિહાર ખાતે નેશનલ કક્ષાએ કબડ્ડી રમશેબરાજ્યની ટીમમાં પસંદગી પામી નેશનલ કક્ષા સુધી પહોંચ્યા બદલ પાયલ કુમારીએ શાળાનું જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કર્યું છે.

સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ જાદવ શાળાના આચાર્ય અશ્વિનભાઈ ચૌધરી માર્ગદર્શક શિક્ષક રસિકભાઈ દેસાઈ તથા સમસ્ત શાળા પરિવારએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા નેશનલ કક્ષાએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે એવી શુભકામના પાઠવી શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here