1લી સપ્ટેમ્બરે ઐતિહાસિક કિસાન રેલી પારડીના ચીવલ ખાતે કિસાન રેલી મુક્તિ દિન તરીકે ઉજવણીનું આયોજન
- વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચીવલ મરીમાતા મંદિર સામે 1લી સપ્ટેમ્બરે કિસાન રેલીમાં
- ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કનૈયાકુમાર, જીગ્નેશ મેવાણી, અનંત પટેલ, રાજસ્થાન સરકારના મંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે
1953 માં પારડી ખેડ સત્યાગ્રહની શરૂઆત થઇ હતી. ભૂમિ વિહોણા ગણોતિયા ખેડૂતોને જમીન મળે એ હેતુથી આંદોલન થયું હતુ. એ દિવસ 1લી સપ્ટેમ્બરે કિસાન રેલી આયોજન કરવામાં આવે છે.
આ ખેત સત્યાગ્રહને રેલીને વસંત પટેલ, જનરલ સેક્રેટરી વલસાડ જિલ્લા કોંગ્રેસ,મેહુલ વશી, જે. કે. પટેલ , કાંન્તી પટેલ, રવિ પટેલ, કોંગ્રેસના કાર્યકરો આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
1લી સપ્ટેમ્બર 1953માં સ્વ.ઈશ્વર છોટુ દેસાઈ અને ઉત્તમ હરજીની આગેવાની હેઠળ પારડી ખેડ સત્યાગ્રહની શરૂઆત થઇ હતી. ભૂમિ વિહોણા ગણોતિયા ખેડૂતોને જમીન મળે એ હેતુથી આંદોલન કરી ખેડૂતોને હક્કો અપાવ્યા હતાં.ત્યારથી એટલે કે 57 વર્ષથી 1લી સપ્ટેમ્બરે કિસાન રેલીનું આયોજન કરવામાં આવે છે, કિસાન રેલી પારડીના ચીવલ ખાતે તડામાર લોક સપર્ક કરી સફળ બનાવવા તૈયાર કરવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ખેડે તેની જમીન એવા સૂત્રો સાથે 14 વર્ષ ચાલેલા અંદોલનના ભાગરૂપે 1953માં પ્રજામાં આર્થિક સામાજિક શૈક્ષણિક અને ઉદ્યોગો ક્રાંતિની શરૂઆત થઇ હતી.જેની યાદગીરી રૂપે વર્ષોથી
1લી સપ્ટેમ્બરને કિસાન મુક્તિ દિન તરીકે ઉજવાય છે, કોંગ્રેસ દ્વારા કિસાન રેલી યોજી શક્તિ પ્રદર્શનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભારે રાજકીય નેતાઓ માટે આમ જનતાના પ્રતિભાવ કેવા પ્રકારના મળે એ હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
1લી સપ્ટેમ્બરે પારડીના ચીવલ ખાતે કિસાન રેલીમાં રાષ્ટ્રીય અને પ્રદેશના કોંગ્રેસના નેતાઓ હાજર રહી કિસાન રેલીને સંબોધન કરશે.
ખેત સત્યાગ્રહ કેમ અને કયારે કરાયો હતો ? સ્વ.ઈશ્વર છોટુ દેસાઈ અને ઉત્તમ હરજીની આગેવાની હેઠળ ભૂમિ વિહોણા ગણોતિયા ખેડૂતોને જમીન મળે એ હેતુથી ખેત સત્યાગ્રહની ચળવળ શરૂ કરવામાં આવી હતી. અનેક નેતા ઓને જેલમાં મુકવામાં આવ્યા હતાં. લાંબા સમય સુધી આંદોલન ચાલ્યુ હતું. આ આંદોલન બાદ 1953માં યોજાયેલી ખેડ સત્યાગ્રહ રેલીમાં 6700 એકર જેટલી જમીન તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે વલસાડ જિલ્લાના ખેડૂતોને સનદ આપવામાં આવી હતી અને તે દિવસે પણ 1લી સપ્ટેમ્બરનો દિવસ હતો. તેની યાદ માં દર વર્ષે કિસાન મુક્તિ દિવસની ઉજવણી થાય છે.