સુરત દક્ષિણ ઝોન કક્ષાનો કલા ઉત્સવમાં વલસાડ જિલ્લાના કપરાડાના વિદ્યાર્થિની પ્રગતિ તૃતીય સ્થાને વિજેતા

0
753

સુરત દક્ષિણ ઝોન કક્ષાનો કલા ઉત્સવમાં વલસાડ જિલ્લાના કપરાડાના વિદ્યાર્થિની પ્રગતિ તૃતીય સ્થાને વિજેતા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાએ સુરત કલા ઉત્સવ યોજાયો હતો. વલસાડ જિલ્લાના કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિ જેમાં સમગ્ર 9 જિલ્લાની શાળાઓમાં ત્રીજા નંબર સ્થાન પ્રાપ્ત કર્યો છે.

દક્ષિણ ઝોનમાં કક્ષાએ કલા ઉત્સવ સંગીત ગાયન સ્પર્ધામાં ત્રીજા નંબરે આવતા કપરાડા તાલુકા કપરાડા ની ગવાંટકા પ્રાથિમક શાળામાં વિદ્યાર્થિની જાંજર પ્રગતિબેન શ્રીરામભાઇએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર વલસાડ જિલ્લામાં તૃતીય સ્થાને વિજેતા મેળવતા ગામ તથા શાળાનું ગૌરવ વધાર્યું છે.કપરાડા તાલુકાના શાળા પરિવારે તેણીની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી.

ઉલ્લેખનીય છેકે કપરાડા તાલુકાની ગવાંટકા પ્રા.શાળા ની પ્રગતિ કુમારી કલા મહોત્સવની સંગીત ગાયન સ્પર્ધમાં દક્ષિણ ઝોન કક્ષાએ તૃતીય સ્થાને વિજેતા થઈ છે. તે પણ કોઈ પણ કોચિંગ ક્લાસ વિના માત્ર શિક્ષકોના માર્ગદર્શન અને પ્રેરક બળ અર્પણ કરી આટલી ઊંચાઈ પર બાલિકા પહોંચી એ વલસાડ જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને કપરાડા તાલુકાના તમામ શિક્ષક પરિવાર માટે ગૌરવ છે.જે માટે તમામ શાળા પરિવારના માર્ગદર્શક શિક્ષક પરિવાર અને આચાર્ય અને પ્રગતિ ને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યું હતું. પ્રગતિ કુમારી અત્યારે ધોરણ 7 માં અભ્યાસ કરે છે.જેથી આવનાર દિવસો એમની કુદરતી પ્રતિભા શકિત ના સૂર થી સમગ્ર જિલ્લાનું નામ રોશન કરી પ્રગતિ ના પંથે એક કદમ વિરાટ બને એવી શુભેચ્છા સમગ્ર શિક્ષક પરિવાર વ્યક્ત કરી રહ્યા છે.

Ad…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here