વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના વાડઘા ગામે કેમ્પનું દિપ પ્રગટ્યા કરી ઉદ્ઘાટન જ્યેન્દ્ર ગાવીત સરપંચ, ચંદુભાઈ ભોયા આચાર્ય, ડૉ. હેમિલ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ અને આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી વલસાડના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જોગવેલ દ્વારા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાની સુખાકારી માટે ઘર આંગણાની તથા ઔષધિય વનસ્પતી પ્રદર્શન , આરોગ્ય વિષયક જાણકારી તથા અગ્નિકર્મ ચિકિત્સા, મર્મ ચિકિત્સા તથા અન્ય હઠીલા રોગો માટે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઇટિકા, કમરનું દુખાવો, ગોઠણ દુખાવો, આધાશીશી જેવા રોગોમાં મર્મ ચિકિત્સા અને અગ્નિકર્મ ચિકિત્સાથી સારવાર કરવામાં આવી હતી. ચામડીના રોગો, હરસ-મસા, પેટના રોગો, જૂની શરદી ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે રસાયન સારવાર,રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઔષધી વિતરણ,સાંધાના રોગો માટે વિશેષ અગ્નિ કર્મ સારવાર જેવા હઠીલા રોગોની દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી.સાથે રોગ પ્રતિકારક શક્તિ માટે ઉકાળો પણ પીવડાવવામાં આવ્યો હતો.