વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા પોલીસે જુગારીઓ સામે જુગારધારા હેઠળ પણ ગુનો દાખલ કર્યો શ્રાવણ માસમાં જુગારની મોસમ ખીલી છે ત્યારે જુગારીઓ જપવાનું નામ લેતાં નથી.
પોલીસ અધિક્ષકશ્રી વલસાડ નાઓનાં સુચના અનુસંધાને નાનાપોંઢા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ભિંગરાડિયા નાઓના માર્ગદર્શન હેઠળ નાનાપોંઢા પોસ્ટે નો સ્ટાફ પ્રોહી/જુગાર અંગે પેટ્રોલિંગ માં હતા દરમ્યાન HC ગૌતમભાઇ કાળુભાઇ નાંઓને મળેલ બાતમીના આધારે ખુટલી પટેલ ફળીયા માં રાજેશભાઈ ની દુકાન પાછળ જુગાર રમતા
તહોમતદાર
(૧) સતિષભાઇ મંગળભાઇ ભોયા રહે.પાનસ ઉપલા ફળિયા જી.વલસાડ
(ર) વસંતભાઇ શંકરભાઇ વાઘેરા રહે. ખુટલી પટેલફળીયા તા.કપરાડા જી.વલસાડ
(૩)વૈચનભાઇ રામાભાઇ ભોયા ઉ.વ. રહે.પાનસ ભંડાર ફળીયુ તા.કપરાડા જી.વલસાડ
(૪) કાળુભાઇ બાબલાભાઇ રહે.ખુટલી પટેલ ફળીયા તા.કપરાડા જી.વલસાડ
આરોપીઓને રોકડ રૂપિયા ૧,૪૯૦/- સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓ વિરુદ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.