આપણા ડુંગરો ગિરિમાળા જંગલો પહાડો નદી નાળા આપણે પૂજક છીએ આપણી મૂડીને સાચવી ખૂબ જરૂરી છે – મંત્રી જીતુભાઇ ચૌધરી

0
142

વલસાડ જિલ્લાના કપરાડા ના જામગભણ ગામે સામાજીક વનીકરણ વિભાગ દ્વારા 73માં વન મહોત્સવ ઉજવણી અને વૃક્ષો રોપણ કરવામાં આવ્યુ હતુ.

73 માં વન મહોત્સવ ઉજવણીમાં રાજ્ય કક્ષાના પાણી પુરવઠા, નર્મદા જળ સંપત્તિ, મત્સ્યોદ્યોગ અને કલ્પસર વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ રહી જણાવ્યું કે જંગલ એજ જીવન અત્યારે ઝડપી જમાનામાં લોકોને અને પ્રજાને સમય નથી.

કોરોનાના ટાઈમમાં આજે એક અમારો જ દાખલો અમને એક દિવસ આખો દિવસ ઘરમાં બેસી રહેવાનો હોય તો નહિ મેળ પડે રોજ સવારે પ્રોગ્રામમાં ફરતા કાર્યક્રમ પ્રજાના પ્રતિનિધિ તરીકે કામમાં હોય પણ એક દિવસ ઘરમાં બેસી રહેવાનું હોય તો આમ ચેનની પડે ત્યારે કોરોનાના સમયમાં આવ્યો ત્રણ મહિના સુધી ઘરની બહાર કોઈ નીકળી શક્યા નહી

ત્રણ મહિના સુધી આખી દુનિયા બંધ થઈ હતી હવામાંથી જતા પ્લેન બંધ થઈ ગયા સૌથી વધારે ઝડપી મુંબઈની ટ્રેન માણસ દેખાય એકી સાથે રેલવે ટ્રેક પર અને બધી ટ્રેનમાં માણસો દેખાય છે. ત્યારે કોરોના કાળમાં ઓક્સિજન ની જરૂર પડી ત્યારે નાનાપોંઢા દવાખાનું હોય માંડવા પી એચ સી હોય એવી જગ્યા માટે ઓક્સિજન તરફડિયા ત્યારે ખબર પડી કે ઓક્સિજન નું મૂલ્ય શું અને એજ ઓક્સિજન આપણા આ પવિત્ર ઝાડો માંથી મળે છે અને ઝાડો નું વાવેતર વર્ષો પહેલા આઝાદી પહેલાની વાત કરીશ આજ ધરતી આપણી ધરતી આપણા વડીલો 70 થી 80 વર્ષના વડીલોને પૂછજો કે રાતને સાંજ પડે પછી કોઈને નીકળવાની હિંમતની ચાલતી ના હતી. જંગલો હતા.આપણા વિસ્તાર માટે અને આપણો વલસાડ અને ડાંગ બે વિસ્તાર એવા હતા કે જેને વલસાડ સાગથી ઓળખાતું હતું.

આજે જે સાગ અંગ્રેજો લઈ ગયા આપણા વિસ્તારમાંથી ઝાડો જૂના 100 વર્ષ 200 વર્ષના હતા. કારણ કે વસ્તી નહિ હતી.ત્યારે 36 કરોડની વસ્તી ભારત પાકિસ્તાન બધું મળીને 36 કરોડની વસ્તી પૂર્ણ ભારતની વાત કરીએ તો એનાથી પણ ઓછી વસ્તી હતી એ સમય એ સમયનું જંગલ આપણો નાનાપોઢા જોગવેલ થી નીકળીએ એટલે નાશિક જાઓ એટલે રાતના જવું પણ મુશ્કેલ હતું.

ઝાડો ધીમે ધીમે ઓછા થતા ગયા અને આપણી જે પરિસ્થિતિ છે અત્યારે ગ્લોબલ વર્મિગ વાતાવરણ બદલાય છે એ વાતાવરણના કારણે તમે જોયો હશે કે કોઈ આપણે ભાઈ બહેન આપણી માં બેન દીકરીને કેન્સર થાય કોઈ દારૂની કોઈ વ્યસન નથી એને કેન્સર થાય એનું એકજ કારણ હોય આપણે જે પેકેટ વાળી વસ્તુ ખાઈએ છે પેકેટ વાળી વસ્તુઓ પેકિંગ કરેલી વસ્તુ આજે બજાર માંથી આવે છે.શાકભાજી આપણે જ ઉગાડીએ એમાં ખાતર નાખીએ તોજ એમાં ઉપજ ની આવે તો આપણને ખર્ચો નહીં પરવડે પડે લાઇટ બિલ ખાતર લાઈટ એનો ખર્ચ અને આપણે કાઢી નાશકે ત્યારે આ ખાતર નાખે એમાંથી જ જે કેન્સર અને ગંભીર બીમારીઓ જે ફેલાય છે ત્યારે ખાતર વગર અત્યારે ગુજરાતના મહામહીમ રાજ્યપાલ ડાંગમાં શરૂઆત કરેલી છે.પ્રાકૃતિક ખેતી આસામને અંદર ઘણા વર્ષોથી ખેતી કરવામાં આવે છે. ગાયના શાણ અને પેશાબ માંથી ખાતર બનાવીને એનો ઉપયોગ પણ આપણી જે જમીન છે નાખીને કડક થઈ ગયેલી જમીનને સારી કરી શકાય છે.

સમગ્ર ગુજરાતની અંદર તમે જોયું હશે કે દર વર્ષે વન મહોત્સવ થાય અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે દર વખતે નવા નવા વન મહોત્સવ આ વખતે સૌરાષ્ટ્રની અંદર વન મહોત્સવમાં એક નવું વન આપીને કોઈ ભગવાનના નામે કોઈ પ્રાકૃતિક ખેતી ના નામે કોઈ અન્ય સંસ્કૃતિના નામે સાંસ્કૃતિક યોગના નામે અલગ અલગ નામે જેમકે 2016 ની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે નાનાપોઢામાં વન મહોત્સવ કરીને આમ્રવન આપણને આપી ગયા હતા.આપણા વિસ્તારની અંદર તમે જોયું હશે કે આયુર્વેદિક આયુર્વેદિક ભક્તો છે આયુર્વેદિક બધા આપણા કારીગરો છે એ સંપૂર્ણ દવા જંગલ વિસ્તારમાંથી મેળવ્યા પછી એમાંથી આયુર્વેદિક ઉપચાર કરી રહ્યા છે આખા ગુજરાતમાંથી મુંબઈ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાંથી આવીને આપણે ત્યાં કપરાડા ની અંદર જે બાયફ દ્વારા જેમને ટ્રેનિંગ આપેલી છે એવા આયુર્વેદિક ભગતો છે આયુર્વેદિકો છે એમના પાસે ઉપચાર કરાવી રહ્યા છે અને એનો ફાયદો પણ છે અને એમાં હું પણ ઉપચાર કરવા જાઉં કારણ કે વરસમાં બે ત્રણ વાર ઠંડીના સિઝનમાં સ્ટીમ લઈએ તો આપણું શરીર સશક્ત રહે એના માટે હું પણ લેવા માટે જાવ છું એટલે એવા ઉપચારો કરવા માટે સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં મોટા મોટા માણસો કલેક્ટર dsp મંત્રી કક્ષાના મોટા મોટા કથાકારો પણ આવીને ઉપચાર કરી જાય છે આપણા વિસ્તારમાં એ બધી દવા આપણા વિસ્તારમાંથી જ આપણા જંગલમાંથી જ આપણે જંગલમાં ફેલાયેલી છે ગિરિમાળા જંગલો પહાડો છે નદી નાણા છે એને આપણે પૂજક છે એ આપણી મૂડી છે એ મૂડીને આપણે સાચવી ખૂબ જરૂરી છે. આપણી જવાબદારી પણ આપણે નિભાવીએ કે આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવીએ વૃક્ષો ઉગાડીએ પર્યાવરણ બચાવવું પડશે. ભવિષ્યમાં લાકડું સાગનું મળવુ મુશ્કેલ હશે.

જિલ્લા પંચાયત કારોબારી સદસ્ય ગુલાબભાઈ રાઉત જણાવ્યું કે આજે ઝાડ છે જે રીતે આપણે એક બાળક હોય અને જે આપણે બાળકની ચેતન કરીએ છીએ એ જ રીતે આપણે વૃક્ષમાં પણ એક જીવ છે અને વૃક્ષ એ આપણને ઓક્સિજન આપે છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપણને પૂરું પાડે છે.દરેક વ્યક્તિ દીઠ આપણે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષ વગર જીવન નકામુ છે વૃક્ષ હશે તો જ આપણું જીવન શુદ્ધ હશે
વર્ષો પહેલા દવાખાના ના હતા જંગલોમાંથી આપણે આર્યુવેદિક આપણને વનસ્પતિઓ આપણે જંગલમાંથી મળી રહેતી હતી. વર્ષો પહેલા 150 થી 200 ઈંચ વરસાદ પડતો હતો હવે લગભગ સરેરાશ હમણા લગભગ 110 થી 115 ઈંચ જેટલો વરસાદ પડે છે. સામાજિક વાનીકરણ સાથે સહભાગી થવાની જરૂર છે.

રેંજ ફોરેસ્ટ ઓફિસર ભૂમિકા પટેલે વિશેષ માર્ગદર્શન આપ્યું હતુ.વન મહોત્સવ ની ઉજવણી ની શરૂઆત કનૈયાલાલ કરી હતી વન મહત્વની ઉજવણીનું મુખ્ય કારણ એ છે કે આપણે વધુને વધુ સંકળાય એનાથી વધુ સારું કરવાનું છે એના માટે ગુજરાત સરકાર સામાજિક વનીકરણ તરફથી લોકોને છોડો આપી અને એનો એમને વૃક્ષોનું મહત્વ સમજ આપી હતી. ખાતેદારને સામાજિક વનીકરણ તરફથી મળતા લાભો લોકો વધુ વૃક્ષ તરફ આકર્ષાય લોકોને એની આવક ઇમારતી લાકડું અને આવક જે વૃક્ષોની ખેતી કરતા થાય પોતાની જરૂરિયાતના લાકડા જે પોતાના ખેતરમાંથી મેળવી શકો તો જંગલ પણ નિર્ભર નહીં રહો એના માટે ખાસ આ ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય વન મહોત્સવની ઉજવણી કરી લોકોને વધુને પ્રેરિત કરવામાં માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો , સરપંચો અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here