કપરાડાના આદિવાસી ક્ષેત્રમાં શ્રી દિનદયાળ સેવા ગ્રુપના દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ચંપલ વિતરણ

0
434

દેશમાં 75 મો આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોના બાળકોને જીવન જરૂરિયાતની વસ્તુનો અભાવ

કપરાડા પ્રાથમિક શાળા ના 300 થી વધુ બાળકોને ચંપલનનું વિતરણ

  • વલસાડની શ્રી દિનદયાળ સેવા ગ્રુપના સેવાભાવી દાતાઓના આદિવાસી વિસ્તારમાં પહોંચી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ચંપલનું વિતરણ કરી માનવતાની મહેક મહેકાવી.

દેશમાં 75 મો આઝાદી મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોના બાળકોને જીવન જરૂરિયાતની વસ્તુ વિના જીવન જીવવાની મજબૂરી છે. તેમાં ધમ ધોકતો તાપ હોય કે ચોમાસાનો ધોધમાર વરસાદ વચ્ચે ઉઘાડા પગે સ્કૂલે અભ્યાસ કરવા આવતા જતા બાળકોનું દર્દની દિશા સૂચક કપરાડા ની ભૂમિ શિક્ષિકા બની જેની ફલશ્રુતિ રૂપે બાળકોની મદદે વલસાડની શ્રી દિનદયાળ ગ્રુપના પ્રણેતા લક્ષ્મીબેન, રોશની રાવલ ,પંકજભાઇ રાવલ, કૌશિકભાઈ, રાકેશભાઈ ભરૂચા સહિતની ટીમે કપરાડા શાળામાં અભ્યાસ કરતા 300થી વધુ બાળકોને ચંપલ વિતરણ કરી સાથે નારીમાં વિશેષ શકિત રહેલી છે.તેની ઝાંખી કરાવી હતી. તમામ મહેમાનોનું સ્વાગત આચાર્ય મુકેશ પટેલે કર્યું અને પ્રાસંગિક પ્રવચન સી આર સી કો. ઓર્ડીનેટર હરેશ પટેલે કરી તમામ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી .રવિવાર હોવા છતાં શાળાના શિક્ષકો મગનભાઈ,ગણેશભાઈ, ગીતાબેન,અલ્પાબેન હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Ad…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here