હત્યાને અંજામ આપી આરોપીઓ પંજાબ ફરાર થઈ ગયા હતા
- સુરતની હોટલમાં રોકાયા બાદ હત્યાના દિવસે સવારે ત્રણેય આરોપીઓ વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવ્યા હતા. બબીતા અને આરોપીઓએ વૈશાલીની હત્યા કરવા માટે ત્રણ જેટલા લોકોશન જોયા હતા જેમાં પારનેરા રોડ પશુ દવાખાના પાસે આવેલા તળાવ પાસેની જગ્યા ફાઇનલ કરી હતી. હત્યાના સમયે ત્રિલોકસિંગ મુખ્ય રોડ ઉપર રેકી કરી હોવાની કબૂલાત કરી હતી.
વલસાડ જિલ્લાના ચકચારી હત્યા કેસમાં વલસાડ જિલ્લાની ટીમને મહત્વની સફળતા મળી છે. પંજાબથી કોન્ટ્રાકટ કિલરને વલસાડ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. જેની પ્રાથમિક પૂછપરછ કરતા ઝડપાયેલા આરોપીએ ઘટના સમયે મુખ્ય રોડ ઉપર રેકી કરવાની કામગીરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે બબીતાની હાજરીમાં જ વૈશાલી બલસારાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ત્રણેય કોન્ટ્રક કિલર એક બીજાના ઘણા વર્ષોથી મિત્રો હોવાનું જણાવ્યું હતું.કોન્ટ્રાક્ટ કિલરે હત્યાના દિવસે 3 જેટલી જગ્યાઓ ઉપર રેકી કરીને પશુ દવાખાના પાસેની જગ્યા ફાઇનલ કરી હતી.
વલસાડ જિલ્લાના પારડીની પાર નદી કિનારેથી વૈશાલી બલસારાની બંધ કારમાંથી મળેલી વૈશાલીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. તે કેસમાં વલસાડ જિલ્લાની વિવિધ 8 જેટલી ટીમો પૈકી SOG, LCB, પારડી પોલીસ, વલસાડ સીટી પોલીસ, રૂરલ પોલીસ, ટેક્નિકલ સર્વેલન્સની ટીમ સહિત બાતમીદારોની મદદ લઈને જિલ્લામાં અને જિલ્લા બહાર તેમજ 2 ટીમોએ રાજ્ય બહાર તપાસ હાથ ધરી હતી. તે કેસમાં વલસાડ શહેરના પેઢી સંચાલકોની મદદ લઈને વલસાડ પોલીસે બબીતાની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીથી બબીતાએ હત્યા પહેલા 5 લાખથી વધુની રકમ વૈશાલીને આપવા બોલાવી હતી. બાકીના રૂપિયા વલસાડથી એકત્રિત કરીને વૈશાલી ને 27 ઓગષ્ટની સાંજે વૈશાલીને ઐઅપ્પા મંદિર પાસે રૂ. 8 લાખ લેવા બોલાવી હતી. જ્યાં બબીતા કોન્ટ્રાકટ કિલર સાથે વૈશાલીની રાહ જોઈ ઉભી હતી. બબીતા એ વૈશાલી બલસારાની 8 લાખની સોપારી આપીને હત્યા કરાવવા કોન્ટ્રાકટ કિલર બોલાવ્યા હતા. બબીતાએ કોન્ટ્રાકટ કિલરને સોશ્યલ મીડિયાના માધ્યમથી સોપારી આપી હતી. 8 લાખમાં વૈશાલીની હત્યા કરવાની સોપારી નક્કી કરવામાં આવી હતી. હત્યાના આગલા દિવસે પંજાબથી આરોપીઓ સુરત આવ્યા હતા.