9 અને 10 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના

0
195

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

વલસાડ અને નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. સવારે બે કલાકમાં નવસારીમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ઘણા લાંબા સમય બાદ શહેરમાં વરસાદ ખાબક્તા વાતાવરણમાં ઠંડક થઈ છે. નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

9 અને 10 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના

આ તરફ આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગે પણ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. જેમા 9 અને 10 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. જેમા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધશે અને 7 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here