અમદાવાદના 116 પોલીસ સબ ઇન્સપેકટરની સામુહિક બદલીના આદેશ આપવામાં આવ્યા

0
198

અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના PSI ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. કુલ 116 PSI ની બદલીઓના આદેશ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં બદલીનો સિલસિલો યથાવત રીતે ચાલું છે. ચૂંટણી પંચે નિર્દેશ આપ્યા હતા જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં અનેક વિભાગમાં બદલીના આદેશો ચાલુ છે. પોલીસ વિભાગમાં સતત બદલીનો દૌર ચાલુ જ છે. અમદાવાદના 116 પોલીસ સબ ઇન્સપેકટરની સામુહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર સંજ્ય શ્રીવાસ્તવે આ બદલીના આદેશ આપ્યા છે. આગામી સમયમાં પણ બદલીનના આદેશ આવી શકે છે જેના લીધે સમગ્ર પોલીસ અધિકારીઓમાં એક અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here