વલસાડ જિલ્લામાં આજે મન મૂકીને મેઘરાજા વરસ્યા

0
266

વલસાડ જિલ્લામાં ગાંજ વીજ સાથે થઈ રહ્યો છે વરસાદ

વલસાડ જિલ્લામાં આજે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. બપોરે બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં પાણી-પાણી થયું છે. બપોરનાબાદ વરસાદ ખાબક્યો છે. વાપીમાં મૂશળધાર વરસાદને લઈ નેશનલ હાઈવે 848 અને 56 પર પાણી ભરાયા હતા.

કપરાડા પારડી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. હાઈવે ઓથોરિટીની નબળી કામગીરીને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદને લઈ વાપી શહેરમાં પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here