‘આપ’એ સીમાડા નાકા ગણેશ મંડપથી ભવ્ય તિરંગા પદયાત્રા સાથે ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રાનું આયોજન કર્યું.

0
304

‘આપના રાજા’ વિસર્જન યાત્રામાં ‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા.

’આપના રાજા’ વિસર્જન યાત્રા સીમાડા નાકા ખાતેથી શરૂ થઈને સાવલિયા સર્કલ ખાતે પૂર્ણ થઇ હતી: આપ

’આપના રાજા’ વિસર્જન યાત્રામાં અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલી અલગ અલગ ગેરંટીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી: આપ

અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલ ગેરંટીને પ્રદર્શિત કરતા અલગ અલગ છ વાહનો પર કાર્યકર્તાઓ વિભિન્ન વેશભૂષામાં સુશોભિત થયા હતા: આપ

ભગવાન ગણેશજીના આશીર્વાદથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનીને જ રહેશે: આપ

‘આપના રાજા’ ગણેશ પંડાલના નિર્માણ દરમિયાન પણ ભાજપના ગુંડાઓએ ‘આપ’ ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો કર્યો હતો: આપ

આજે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે સત્ય અને ધર્મની સાચી લડાઈ લડી રહી છે: આપ

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીએ આયોજિત કરેલ ભવ્ય ગણેશ ઉત્સવ ‘આપના રાજા’ના વિસર્જન નિમિતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની ઉપસ્થિતિમાં સીમાડા નાકા ગણેશ મંડપથી ભવ્ય તિરંગા પદયાત્રા સાથે ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રાનું આયોજન કર્યું.

વિસર્જન યાત્રાની શરૂઆત સીમાડા નાકા ખાતેથી શરૂ થઈ નક્કી થયેલા રૂટ પ્રમાણે છેલ્લે સાવલીયા સર્કલ ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલી અલગ અલગ ગેરંટીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી અને લોકોની પીડાને વાચા આપતી આ ગેરંટીને પ્રદર્શિત કરતા અલગ અલગ છ વાહનો પર કાર્યકર્તા ભાઈઓ અને બહેનો વિભિન્ન વેશભૂષામાં સુશોભિત થયા હતા.

‘આપના રાજા’ના નિર્માણ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર ભાજપના ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો હતો, પરંતુ ભગવાન ગણેશજીના આશીર્વાદથી મનોજ સોરઠીયા આજે આપણા સૌની વચ્ચે સ્વસ્થ હાલતમાં અને પૂરી મજબૂતીથી ભાજપનો સામનો કરવા માટે ઉભા છે. અરવિંદ કેજરીવાલજી આ ‘આપના રાજા’ ગણેશ પંડાલની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ ભગવાન ગણેશજીના દર્શન કરીને તેમની આરતી પણ ઉતારી હતી. અરવિંદ કેજરીવાલજીએ તે દરમિયાન કહ્યું હતું કે સત્ય અને ધર્મની લડાઈ લડનારના પડખે હંમેશા ભગવાન ગણેશજી મોજુદ રહેશે, તો કોઈએ પણ અન્યાયી અને અત્યાચારીઓથી ડરવાની જરૂર નથી.

‘આપના રાજા’ ગણેશ પંડાલમાં જે રીતે લોકો ભગવાન ગણેશજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા, તેને જોઈને સ્પષ્ટપણે લાગે છે કે આ વખતે ફક્ત સુરતમાં જ નહીં પણ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક મજબૂત સરકાર બનીને જ રહેશે અને આ સરકાર બનાવવામાં ભગવાન ગણેશના આશીર્વાદ હંમેશા આમ આદમી પાર્ટીની સાથે જ રહેશે, કારણ કે આજે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે સત્ય અને ધર્મની સાચી લડાઈ લડી રહી છે.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here