વલસાડ SOGની ટીમને અંદાજે 1500 કિલોથી વધુનો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે.

0
436

વલસાડમાં SOGની ટીમને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ તરફથી આવતી એક કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફિણના સૂકા પોષ ડોડા લઈને સેલવાસ તરફ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમે નાનાપોઢા સેલવાસ રોડ ઉપર બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી. બાતમીવાળું કન્ટેનર આવતા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાંથી અંદાજે 1500 કિલો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાં અંદાજે 1500 કિલો જેટલો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ કરીને નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સૂકા પોષ ડોડાનો જથ્થો મળ્યો
ગુજરાતમાં નશીલા પદાર્થ ધુસાડનારા માફિયાઓનો ખૂબ મોટો જથ્થો ઝડપી SOGની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં મધ્યપ્રદેશથી ગુજરાત થઈને મોટી સંખ્યામાં નશાયુક્ત અફિણના પોષ ડોડાનો જથ્થો વલસાડ જિલ્લાના કપરાડા થઈ સંઘ પ્રદેશ સેલવાસ તરફ એક કન્ટેનરમાં લઈ જવાતો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમને કપરાડા ખાતે SOGની ટીમે બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી. સંઘ પ્રદેશમાં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફિણના સૂકા ડોડા ઠાલવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. SOGની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમને બતમીવાળા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાં 100 મોટા થેલામાંથી અંદાજે 1500 કિલોથી વધુનો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. 50 લાખથી વધુની કિંમતનો પોષ ડોડાનો જથ્થા સાથે વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે ઝડપી પાડી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. વલસાડ જિલ્લા પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે વલસાડ SOGની ટીમ અને વલસાડ પોલીસે ગુજરાત માંથી વિપુલ પ્રમાણમાં પસાર થતા નશીલા પદાર્થને લઈ જતા અટકાવવામાં મહત્વની સફળતા મળી હતી.. વલસાડ SOGની ટીમે ધરમપુર ચોકડી પાસેથી 81 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ઓડિશાથી ઓપરેટ થતું ગાંજાના જથ્થાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here