રોડની નજીક પાઇપલાઇન નાખવામાં આવી
કપરાડા તાલુકાની અસ્ટોલ પાણી પુરવઠાની યોજના વહીવટી તંત્રની લાપરવાહી વાહન ચાલકોને પડી રહી છે હાલાકી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ અને તલાટ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજના પ્રોજેક્ટના અંતર્ગત કરવા આવેલા કામો કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવેલ પાઇપલાઇન રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું ચોમાસુ પૂરું થવાનું છે. હજુ સુધી રોડ પર પડેલા ખાડા અને સાઈડ પુરવા આવી નથી.
કપરાડા ના બાલચોંડી થી વાપી જવાના માર્ગ પર વાજવડ ધોધડકુવા સુખાલા માર્ગ પર અનેક વાહનો ખૂંચી જવાના બનાવ બન્યો છે. કેટલાક ગામમાં મુખ્ય રસ્તા ને જોડતા રસ્તો ચોમાસું દરમિયાન હજુ પણ વાહનો લઈને નીકળવું મુશ્કેલીઓ થઈ રહી છે. સુખાલાની ગ્રામસભામાં જે બાબતે લોકો દ્વારા ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી.
ગામના લોકો દ્વારા જોખમી જગ્યા બતાવી રહ્યા
અસ્ટોલ પાણી પુરવઠા યોજનામાં પાઇપલાઇનું કામ માટે કોન્ટ્રાક્ટ દ્વારા પોતાના મનમાની અને રાજકીય આશીર્વાદ થકી કામની સરળતા માટે જાહેર માર્ગ પર ખોદકામ કરવામાં આવ્યું છે.અન્ય વિસ્તારો માંથી કોન્ટ્રાક્ટર કામ કરવા આવિયા હતા. કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી કામ કરવામાં આવ્યું છે. પાઇપલાઇન નાખવામાં આવી છે. એ ખોદકામ રોડને અડીને કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર સામે અધિકારીઓ પણ બોલી શકે તેમ નથી. સમગ્ર વિસ્તારમાં કેવા કામો થયા છે. કેટલાક ગામોને પાણી મળીયું એ ગ્રામજનો જાણે છે. કેટલાક લોકો દ્વારા વારંવાર અનેક રજૂઆતો કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરો પર ઉપરથી આશીર્વાદ આપ્યા છે અહીં કોઈપણ વ્યક્તિ નું સાંભળવામાં આવતું. ગામના લોકોની વાત છોડી દો અહીં સરપંચ પણ બોલી શકે તેમ નથી. કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં પણ રોડ કે સાઈડ ખોદકામ કરી નુકસાન થયું છે. સંપૂર્ણ રીતે રીપેરીંગ કરવા માટે જણાવ્યું હતું. હાલમાં ચોમાસું પરું થવાનું છે.ચોમાસું દરમિયાન અનેક અકસ્માત થયા વાહનો ખૂંચી ગયા વાહનો ને નુકસાન પણ થયું.
માર્ગ અને મકાન વિભાગની મંજૂરી વગર રોડ ક્રોસિંગ અને રોડની ધાર પરથી ખોદવામાં આવ્યુ હતું. રોડ પરથી વાહન ઉતારી શકાય એમ નથી. હાલમાં ચોમાસામાં વાહનો ગરકાવ અને સ્લીપ થવાની અનેક ઘટનાઓ બની હતી.
આ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનામાં લાપરવાહી અને કોન્ટ્રાક્ટરની મનમાની સામે થયેલા કામોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગ પર પાઇપલાઇન નાખવામાં આવી છે.હાલમાં રસ્તોઓ બદતર હાલત થયા છે. વાહન ચાલકોની કફોડી સ્થિતિ બની છે.મુખ્ય જવાબદાર ગામના સરપંચ અને ગ્રામજનોની જાગૃતિનો અજ્ઞાનતા ને લઈને કામોમાં અનેક પ્રકારની ક્ષતિઓ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે. કરોડો રૂપિયાની યોજના લોકો પાણી ક્યારે મળશે પરંતુ કોન્ટ્રાક્ટરો રોકડી કરી દેવામાં આવી છે સાથે કેટલાક સરપંચને પણ આપી દેવામાં આવી છે.
કપરાડા વિભાગના જીતુભાઇ ચૌધરી ધારાસભ્ય અને કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી છે. લોકોની માંગ ઉઠી છે જરૂરિયાત વિસ્તારમાં પાણી મળવું જોઈએ.