રીક્ષા ચાલકના જન સંવાદ કાર્યક્રમ દરમિયાન વિક્રમ ભાઈ દંતાણી નામના રીક્ષા ચાલક અરવિંદ કેજરીવાલજીને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું.

0
368

અમદાવાદ/ગુજરાત

રીક્ષા ચાલકના જન સંવાદ કાર્યક્રમ દરમિયાન વિક્રમ ભાઈ દંતાણી નામના રીક્ષા ચાલક અરવિંદ કેજરીવાલજીને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ આજે અમદાવાદમાં રીક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઘણા રીક્ષા ચાલકોએ તેમની સમસ્યાઓ અને તેમના પ્રશ્નો અરવિંદજીની સામે મૂક્યા. આ દરમિયાન વિક્રમ ભાઈ દંતાણી નામના રીક્ષા ચાલકે અરવિંદ કેજરીવાલજીને તેમના ઘરે જમવા માટે બોલાવ્યા અને કહ્યું, “મેં એક વીડિયોમાં જોયું હતું કે તમે પંજાબમાં એક રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા, તો શું તમે મારા ઘરે જમવા આવી શકો છો?” જવાબમાં અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે તેઓ ચોક્કસ આવશે અને તેમની સાથે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ રાત્રી ભોજન કરવા તેમના ઘરે આવશે. અરવિંદ કેજરીવાલજીએ એમ પણ કહ્યું કે તેઓ હોટલથી વિક્રમ ભાઈના ઘર સુધી તેમની રીક્ષામાં જવાનું પસંદ કરશે. આ વાતચીત સાંભળીને તમામ રીક્ષાચાલકો ખૂબ ખુશ થઈ ગયા.

અરવિંદ કેજરીવાલજી, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા રીક્ષામાં ઘાટલોડિયા જવા નીકળ્યા.

આ પછી સાંજે 7:00 વાગ્યે વિક્રમ ભાઈ દંતાણી અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાને લેવા માટે હોટેલ તાજ સ્કાયલાઈન પહોંચ્યા. ત્યાંથી અરવિંદ કેજરીવાલજી, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વિક્રમભાઈની રીક્ષામાં બેસીને ઘાટલોડિયા જવા નીકળ્યા જ્યાં વિક્રમ ભાઈનું ઘર છે.

તમે તમારા મુખ્યમંત્રી અને તમારા મંત્રીઓને તમારી સુરક્ષા આપો, હું જનતાનો માણસ છું, હું જનતાની વચ્ચે જઈશઃ અરવિંદ કેજરીવાલ

જ્યારે વિક્રમભાઈ અરવિંદ કેજરીવાલજી સાથે હોટેલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસે સુરક્ષાનું કારણ આપીને અરવિંદ કેજરીવાલજીને રોક્યા હતા. આ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અમદાવાદના રીક્ષાચાલકો ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા, જેથી અરવિંદ કેજરીવાલજીને કોઈ ખતરો ન હતો, પરંતુ પોલીસકર્મીઓએ રીક્ષાને ચારે બાજુથી ઘેરી લીધી અને અરવિંદજીને રીક્ષામાં જવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલજીએ પોલીસ કર્મચારીઓ સાથે વાત કરતા કહ્યું કે, આજે ગુજરાતની જનતા દુઃખી છે કારણ કે તેમના નેતાઓ જનતા વચ્ચે નથી જતા. જ્યારે અને જનતા વચ્ચે જઈ રહ્યા છીએ તો તમે અમને જનતા વચ્ચે જતા રોકો છો, શું આ પ્રોટોકોલ છે તમારા ગુજરાતનો? આ પ્રોટોકોલથી જ ગુજરાતની જનતાને દુઃખી છે. તમારા નેતાઓને કહો કે પ્રોટોકોલ તોડીને જાહેરમાં આવે. અમને તમારી સુરક્ષા નથી જોઈતી, તમે દબાણ કરી રહ્યા છો. તમે અમને કેદ કરીને રાખ્યા છે. મારે તમારી સુરક્ષા નથી જોઈતી, મારે જનતાની વચ્ચે જવું છે. તમે તમારી સુરક્ષા તમારા મુખ્યમંત્રી અને તમારા મંત્રીઓને આપો, હું જનતાનો માણસ છું, જનતાની વચ્ચે જઈશ.

અરવિંદ કેજરીવાલજી, ઇસુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજગુરુ અને ગોપાલ ઇટાલિયાએ વિક્રમભાઇના ઘરે ભોજન લીધું

લાંબાં ઘર્ષણ બાદ, અરવિંદ કેજરીવાલજી , ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા રિક્ષામાં બેસીને વિક્રમ ભાઈના ઘરે જવા નીકળ્યા. આટલા ઘર્ષણ બાદ આખરે અરવિંદજી ઘાટલોડિયા ખાતે વિક્રમભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં અરવિંદ કેજરીવાલજી વિક્રમભાઈના પરિવારજનોને મળ્યા અને તેમની તબિયત વિશે ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી, ઈન્દ્રનીલ રાજગુરુ અને ગોપાલ ઈટાલિયાએ વિક્રમભાઈના ઘરે ભોજન લીધું હતું. ભોજન લીધા બાદ અરવિંદ કેજરીવાલજી હોટલ જવા રવાના થયા હતા.

આમ આદમી પાર્ટી ગુજરાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here